મોસ્કો,
ફીફા વિશ્વકપના ગ્રુપ-ડી મુકાબલામાં ક્રોએશિયાએ ટાઈટલની દાવેદાર ગણાતી આર્જેન્ટીનાને ૩-૦થી હરાવી મોટો અપસેટ સર્જ્યો છે. ક્રોએશિયા માટે રેબિચે ૫૩મી મિનિટમાં ગોલ કર્યો. ત્યાબાદ લૂકા મેડરીચે ૮૦મી મિનિટમાં ગોલ કરી પોતાની ટીમને ૨-૦થી આગળ કરી દીધી. ક્રોએશિયાનો ત્રીજા ગોલ ઈવાન રાકિતિચે ઈંજરી ટાઈમમાં કર્યો. આ ગોલે આર્જેન્ટીનાના પ્રશંસકોની ચિંતામાં વધુ વધારો કરી દીધો. આ જીત બાદ ક્રોએશિયા રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચી ગઈ છે, જ્યારે આર્જેન્ટીના માટે હવે આ માર્ગ ખૂબ મુશ્કેલ બન્યો છે.

આર્જેન્ટીનાના ગોલકિપરે બોલને ક્લિયર કરવામાં મોટી ભૂલો કરી. તે બોલને ક્રોએશિયાઈ ખેલાડી રીબિચની ઉપરથી ન કાઢી શક્યો અને તેમણે કિક લગાવી બોલને નેટમાં ધકેલી દીધો. ત્યારબાદ ૮૦મી મિનિટમાં મેડરીચે ગોલ કરી પોતાની ટીમને ૨-૦ની આગળ કરી દીધી. આ સરસાઈ છેલ્લે સુધી કાયમ રહી. તેણે મેચ પૂર્ણ થવાના ૧૦ મિનિટ પહેલા ગોલ કરી ક્રોએશિયાઈ ટીમમાં તથા પ્રશંસકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ. આ ગોલ બાદ ક્રોએશિયાઈ કોચ પણ ખુશીથી ઝુમી ઉઠ્યા. હાફ ટાઈમ સુધી બન્ને જ ટીમોનો સ્કોર ૦-૦ રહ્યો હતો.

પ્રથમ હાફમાં બન્ને જ ટીમોને ગોલ કરવાની તક મળી પરંતુ કોઈપણ ટીમ તેને ગોલમાં પરિવર્તિત ન કરી શક્યા. જાકે ત્યારબાદ ક્રોએશિયન ટીમ આર્જેન્ટીના પર ભારે પડી અને તેણે મેચ ૩-૦થી પોતાને નામે કરી લીધી.
