મેઘરજના રામગઢીમાં વૃદ્ધ મહિલાને જીવતી સળગાવવાના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા છે ત્યારે ઘટનાને ગંભીરતાને લઈ અરવલ્લી પોલીસે આરોપીઓ સુધી પહોચવા વિવિધ ટિમ બનાવી અરોપીઓ ને ઝડપી પાળવમાં સફળતા મળી છે.
શાંતા બેન કુબેર ભાઈને તેના જ બે સગા ભત્રીજા અને ભત્રીજા વહુ સાથે મળી ડાકણ હોવાનો વહેમ રાખી આ ત્રણેય જણાએ પોતાની સગી કાકી શાંતાબેન પર જ્વલંસીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવવાનો કિસ્સો મેઘરજના રામગઢીના ભૂતિયા ગામે ઘટના બની હતી.
https://api.mantavyanews.in/gujarat-the-woman-was-burnt-alive-in-ramgadh/
મેઘરજ પોલીસે ત્રણ આરોપી ઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે સંદર્ભે અરવલ્લી પોલીસે બાબુ ભાઈ હીરાભાઈ ,કોદર ભાઈ હીરાભાઈ,અને જોસ્તના બેન બાબુભાઇ ની ધડપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે.
