Not Set/ પાકિસ્તાન ક્રિકેટ ટીમને અભિનંદન આપવા બદલ આ ભારતીય ક્રિકેટર થયા ટ્રોલ

ઓસ્ટ્રેલિયા અને યજમાન ઝિમ્બાબ્વેને ટી-20 બાદ પાડોશી દેશ પાકિસ્તાનને દુનિયાભર માંથી અભિનંદન મળી રહ્યા છે. આમાંનું એક ટ્વિટ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ નું પણ હતું. જેના પર એમને ટ્રોલ કરવામાં આવ્યા. કૈફે પાકિસ્તાની ટિમ ના સારા પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા હતા. પરંતુ લોકોને આ પસંદ આવ્યું નહતુ. કૈફે લખ્યું હતું કે ફાયનલ માં પાકિસ્તાને […]

Top Stories Sports

ઓસ્ટ્રેલિયા અને યજમાન ઝિમ્બાબ્વેને ટી-20 બાદ પાડોશી દેશ પાકિસ્તાનને દુનિયાભર માંથી અભિનંદન મળી રહ્યા છે. આમાંનું એક ટ્વિટ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ નું પણ હતું. જેના પર એમને ટ્રોલ કરવામાં આવ્યા. કૈફે પાકિસ્તાની ટિમ ના સારા પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા હતા. પરંતુ લોકોને આ પસંદ આવ્યું નહતુ. કૈફે લખ્યું હતું કે ફાયનલ માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા ને હરાવ્યું, ખુબ સારું પ્રદર્શન કર્યું. ફખર જમાને શાનદાર રમત રમી. તેઓ મોટી મેચના ખેલાડી લાગી રહ્યા છે. અભિનંદન.

ટ્વિટ પર લોકોએ લખ્યું કે એમને કૈફથી આવા આશા નહતી. વળી, કેટલાકે તો એમને દેશદ્રોહી કહ્યા હતા. જોકે, એવા લોકો પણ હતા જેમને કૈફની ટ્વિટ માં ખરાબી નથી લાગી.

https://twitter.com/Priyavarrier08/status/1015929691406864384

https://twitter.com/deepikapadukonz/status/1015929480802590721

https://twitter.com/msdian_abhi/status/1016128864844730369

જણાવી દઈએ કે ફખર જમાન(91) અને શોએબ મલિક(43*) વચ્ચે થયેલી 107 રન ની ભાગીદારીના કારણે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 183 રન બનાવ્યા હતા. જેને પાકિસ્તાને 19.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો.