Not Set/ RTO દ્વારા આયોજીત ટ્રાફિક ડ્રાઈવ, 12 ટીમો દ્વારા વિવિધ 12 સ્થળો પર ચેકીંગ

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કવાયત હાથ ધરાયા બાદ આરટીઓ અધિકારીઓ જાગીને સવારથી 12 જેટલી સ્કૂલો પર આજ રોજ આકસ્મિક ડ્રાયવ યોજવામાં આવી હતી. જેમાં 3 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહીત કુલ 12 ટિમો દ્વારા વિવિધ 12 સ્થળો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. સી. એન. વિદ્યાલયમાં 7 વાનને નિયમોના ભંગ બદલ ડીટેઇન કરી હતી. તેમજ […]

Top Stories Ahmedabad Gujarat
asfkdh RTO દ્વારા આયોજીત ટ્રાફિક ડ્રાઈવ, 12 ટીમો દ્વારા વિવિધ 12 સ્થળો પર ચેકીંગ

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કવાયત હાથ ધરાયા બાદ આરટીઓ અધિકારીઓ જાગીને સવારથી 12 જેટલી સ્કૂલો પર આજ રોજ આકસ્મિક ડ્રાયવ યોજવામાં આવી હતી.

જેમાં 3 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહીત કુલ 12 ટિમો દ્વારા વિવિધ 12 સ્થળો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. સી. એન. વિદ્યાલયમાં 7 વાનને નિયમોના ભંગ બદલ ડીટેઇન કરી હતી. તેમજ 15 ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. જે. જી. હાઈસ્કૂલ, એ. જી. ટીચર્સ જેવી અનેક સ્કૂલ પાસે ડ્રાયવ અંતર્ગત વાનના ફિટનેસ સર્ટી તેમજ ગેસ કિટની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી.

જયારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આડેધડ પાર્કિંગ, રખડતા ઢોર અને વધતી જતી ટ્રાફિકની સમસ્યા પર પોલીસની કાર્યવાહી યથાવત છે. ઘાટલોડિયા વિસ્તારમાં દબાણ હટાવાની કામગીરી હાથધરવામાં આવી હતી. જેમા રસ્તા પર ગેરકાયદે દબાણને તોડી પડાયા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યાને લઇને કાર્યવાહી હાથધરી હતી. પોલીસેનો પાર્કિંગ પર પાર્ક કરેલા 10 કરતા વધુ વાહનોને ડિટેઇન કર્યા હતા. 9 સોસાયટી અને બે મંદિરને પણ ટ્રાફિકની સમસ્યાને લઇને નોટીસ ફટકારી હતી.