Not Set/ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત, પૂરા પગાર ભથ્થા મંજૂર કરવા રજૂઆત

પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્ય સરકારને પગાર ભથ્થા પૂરતા આપતા આપવા માટે રજૂઆત કરવામાં આવી. શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા 80 ટકા અને 20 ટકા કોર્પોર્શન દ્વારા પગાર ભથ્થા ચુકવવામાં આવે છે. જેને અનુલક્ષીને છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકાર દ્વારા પગાર ભથ્થા આપવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા 20 ટકાની ગ્રાંટમાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે […]

Gujarat Trending

પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્ય સરકારને પગાર ભથ્થા પૂરતા આપતા આપવા માટે રજૂઆત કરવામાં આવી. શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા 80 ટકા અને 20 ટકા કોર્પોર્શન દ્વારા પગાર ભથ્થા ચુકવવામાં આવે છે.

જેને અનુલક્ષીને છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકાર દ્વારા પગાર ભથ્થા આપવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા 20 ટકાની ગ્રાંટમાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે જેના કારણે પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોને બજેટ ખોરવાઇ રહ્યા છે. બજેટ ખોરવાતા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ પગાર ભથ્થા પુરતા પ્રમાણમાં ચુકવવા રજૂઆત કરી હતી.

એક બાજુ પ્રાથમિક શિક્ષણ સધના શિક્ષકોએ રાજ્ય સરકારને પગાર ભથ્થા પૂરતા પ્રમાણમાં આપવા રજૂઆત કરી હતી. જામનગરના ૪૫૨ જેટલા શિક્ષકો, ૩૦જેટલા મુખ્ય શિક્ષકો અને ૭૦ જેટલો અન્ય સ્ટાફ હાલ ફરજ બજાવી રહ્યો છે. જે  લાચારી ભોગવી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા  છેલ્લા વર્ષોમાં ગ્રાન્ટેડ પ્રાથિમક શાળાઓને  પણ ૧૦૦ % ગ્રાન્ટ આપવાનો ઠરાવ કરેલ છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની હાલની જોગવાઇમાં સુધારો કરીને જામનગરના શિક્ષકોને પગાર ભથ્થા માટે ૧૦૦ % ગ્રાન્ટ મંજુર કરવા  મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી વગેરેને પત્ર લખીને  જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અને મંત્રી એ  માંગણી કરી છે.