મુંબઇ
જાણીતા સિંગર પેપોન મ્યુઝિક રિયાલિટી શો “વોઈસ ઓફ ઈન્ડિયા”માં હોળીના સેલિબ્રેશન દરમિયાન એક કંટેસ્ટેટને કિસ કરીને મુસીબતમાં ફસાયા હતા.પેપોને સગીર છોકરીને કીસ કરી લેતા તેની ઘણી ટીકા થઇ હતી. જો કે આ કીસીંગ વિવાદના છ મહિના પછી પેપોન હવે તેના નવા ગીત સાથે પાછો ફરી રહ્યો છે.
III Smoking Barrels ના મેકર્સએ ફિલ્મનું પ્રથમ સોંગ રિલીઝ કર્યું છે. જેને પેપોને ગાયું છે અને કમ્પોઝ પણ કર્યું છે. ગીતનું નામ છે “યે તિશનગી“ પેપોનનું આ ગીત રોક અને કન્ટેમ્પરરી બોલિવૂડ સ્ટાઈલ સોંગ છે અને તેને હિન્દી અને આસામી ભાષામાં રીલીઝ કરવામાં આવ્યું છે.
આ ગીત વિશે પેપોને કહ્યું હતું કે આ જ ગીતને હિન્દી અને આસામી ભાષામાં કમ્પોઝ કર્યું છે અને તેનો અનુભવ સારો રહ્યો છે.ફિલ્મમાં દેશના નોર્થ ઇસ્ટ પ્રદેશની સ્ટોરી છે અને આ ગીત અને ફિલ્મ દ્રારા સમગ્ર દેશમાં લોકોને તેને એનજોય કરશે તેવી આશા છે.
આપની જણાવી દઈએ કે રિયાલીટી શોની પ્રતિયોગના કીસીંગ વિવાદમાં ફસાયા પછી પેપોન લો પ્રોફાઇલ રહેવા લાગ્યા હતા. કિસિંગ કન્ટ્રોવર્સીના વીડીયો વાયરલ થયા પછી ચાહકો તેઓને બાયકોટ કરી દીધા હતા. જો કે હવે 6 મહિના બાદ તેઓ વાપસી કરી રહ્યાં છે.
જુઓ વીડીયો..
અહીં જાણો શો હતો મામલો
પેપોને તેમના ફેસબુક પેજ પર લાઇવ વીડીયો શેર કર્યો હતો. આ લાઈવ વીડીયો દરમિયાન જુનિયર સ્પર્ધકને તેઓ કિસ કરતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર પેપોનના વિડિઓ પર ભારે વિરોધ થયો હતો.આ વિવાદ વધી ગયા પછી તેમને શોમાં જજની ભૂમિકા પરથી દૂર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના એક વકીલએ પેપોન સામે પોક્સો એક્ટ હેઠળ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
