Not Set/ નીરજ ચોપરા સાથે પાકિસ્તાની ખેલાડીનો વાયરલ ફોટો જોઇને આર્મીના ચીફ બોલ્યા કઈક આવું

નવી દિલ્લી એશિયન  રમતમાં આ વર્ષે ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ પાકિસ્તાની ખેલાડીની જોડે હાથ મેળવતી ફોટો હાલમાં ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ છે. આ ફોટો ચ્વીશે જયારે સેનાના જનરલ પ્રમુખ બીપીન રાવતને પૂછવામાં આવ્યું કે તમારું શું કહેવું છે ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતા કીધું હતું કે જો ભારત-પાકિસ્તાન સીમાં પર જે નીરજ ચોપરાએ […]

Top Stories India Trending

નવી દિલ્લી

એશિયન  રમતમાં આ વર્ષે ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ પાકિસ્તાની ખેલાડીની જોડે હાથ મેળવતી ફોટો હાલમાં ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ છે. આ ફોટો ચ્વીશે જયારે સેનાના જનરલ પ્રમુખ બીપીન રાવતને પૂછવામાં આવ્યું કે તમારું શું કહેવું છે ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતા કીધું હતું કે જો ભારત-પાકિસ્તાન સીમાં પર જે નીરજ ચોપરાએ પાકિસ્તાની ખેલાડી સાથે કર્યું તે શક્ય છે. પણ તેના માટે પહેલા પ્રયત્ન પાકિસ્તાને કરવો પડશે. પાકિસ્તાને આતંકવાદ રોકવો પડશે. જો પાકિસ્તાન આતંકવાદ રોકી દેશે તો અમે (ભારતીય સેના ) પણ નીરજ ચોપરા બની જશે.

Image result for niraj chopra]

Image result for niraj chopra]

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સ ૨૦૧૮ ના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો પાકિસ્તાની ખેલાડી નદીમ સાથે હાથ મેળવવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા પર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટ્વીટ કરતા લખ્યું છે કે ‘ રમત દ્વારા તમે તમારા બાળકને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી શકો છો ‘

https://twitter.com/MirzaSania/status/1034350402131513345

આ મામલે વાત કરતા નીરજ ચોપરાએ કહ્યું કે એવોર્ડ સમારોહમાં તેમનું ધ્યાન માત્ર રાષ્ટ્રીય ગીત પર જ હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મને નહતી ખબર કે હું કોની સાથે ઉભો રહ્યો છું. રાષ્ટ્રગીત સાથે દેશનો તિરંગો જોઇને હું ઘણો ભાવુક થઇ ગયો હતો અને આ લેવલ પર પહોચવા માટે મેં જે મહેનત કરી છે તેને યાદ કરી રહ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા એ એશિયન ગેમમાં ભલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી છે. નીરજ ચોપરાએ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા ફોટો વિશે  કહ્યું હતું કે રમતની મદદથી નફરત ફેલાવવાને બદલે લોકોને નજીક લાવવા માટેના કામ કરવા જોઈએ.