Not Set/ પોતાની અંતિમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે જ કૂકે હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પાંચમી ટેસ્ટ મેચમાં હાલમાં યજમાન ટીમ સંગીન સ્થિતિમાં જોવા મળી રહી છે. ઈંગ્લેંડની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર એલિસ્ટર કૂકે શાનદાર સદી ફટકારવાની સાથે જ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.   પ્રથમ અને […]

Trending Sports

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પાંચમી ટેસ્ટ મેચમાં હાલમાં યજમાન ટીમ સંગીન સ્થિતિમાં જોવા મળી રહી છે.

sports- india-vs-england-alastair-cook-hit-century-final-test-innings-5th-player-world-oval test

ઈંગ્લેંડની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર એલિસ્ટર કૂકે શાનદાર સદી ફટકારવાની સાથે જ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.

 

પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ અને દુનિયાના પાંચમા બેટ્સમેન બન્યા કૂક

આ સદી ફટકારવાની સાથે જ કૂક ઈંગ્લેંડ તરફથી પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ અને દુનિયાના પાંચમા બેટ્સમેન બની ગયા છે.

sports- india-vs-england-alastair-cook-hit-century-final-test-innings-5th-player-world-oval test

ટેસ્ટ ક્રિકેટમાં કૂકથી પહેલા ઓસ્ટ્રેલિયાના રેગી ડફ, બિલ પોન્સફોર્ડ અને ગ્રેગ ચેપલ જયારે ભારત તરફથી મોહમ્મદ અજહરદ્દીન પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

બીજી બાજુ એક સંયોગ પણ છે કે, એલિસ્ટર કૂકે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત ભારત વિરુધ કરી હતી. વર્ષ ૨૦૦૬માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ૧૦૪ રન બનાવ્યા હતા, જયારે હવે ભારત સામેની જ અંતિમ ટેસ્ટમાં પણ કૂકે સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કુમાર સંગાકારાને છોડ્યા પાછળ

આ ઉપરાંત ઈંગ્લેંડ તરફથી સૌથી વધુ રન બનાવનાર કૂક પોતાની ઇનિંગ્સ દરમિયાન ૭૬ રનના સ્કોરે પહોચવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ૫માં સ્થાન પર આવી ગયા છે.

કૂકની આગળ સચિન તેંડુલકર ૧૫,૯૨૧ રન, રિકી પોન્ટિંગ ૧૩,૩૭૮ રન, જેક્સ કાલિસ ૧૩,૨૮૯ રન, રાહુલ દ્રવિડ ૧૩,૨૮૮ રન અને કુમાર સંગાકારા ૧૨,૪૦૦ રન બનાવી ચુક્યા છે.

અંતિમ ટેસ્ટમાં એલિસ્ટર કૂકે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાને પાછળ છોડી આ મુકામ હાંસલ કર્યું છે. આ પહેલા સંગાકારાએ ૧૩૪ ટેસ્ટ મેચમાં ૧૨૪૦૦ રન બનાવ્યા હતા, જેમાં ૩૪ સદી અને ૫૨ અડધી સદીનો સમાવેશ થાય છે.

sports- india-vs-england-alastair-cook-hit-century-final-test-innings-5th-player-world-oval test

૩૩મી સદી ફટકારી છોડ્યા સ્ટીવ વોને પાછળ 

પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહેલા કૂકે પોતાના ટેસ્ટ કેરિયરની ૩૩મી સદી ફટકારવાની સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો (૩૨ સદી)ને પાછળ છોડ્યા છે.