રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના કંધેવાળિયા ગામમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વિંછીયા તાલુકાના કંધેવાળિયા ગામમાં સાસુએ સગર્ભા વહુ પર કેરોસીન છાંટી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. આ બનાવ 15મી તારીખે બન્યો હતો.
વીંછિયાના દેવીપૂજક પરિવારમાં બનેલી આ દુર્ઘટના વિષે જાણકારી મળી રહી છે કે, જમવાનું બનાવવામાં મોડું થવા જેવી નજીવી બાબતે સાસુ જમનાબેન ગોરવાએ વહુ લતાબેન પર કેરોસીન છાંટી દીધું હતું. તેમજ આગ ચાંપી હતી. પીડિતા 74 ટકા જેટલી સળગી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પીડિતાને પ્રાથમિક સારવાર માટે જસદણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબિયત વધારે લથડતા મહિલાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રસોઈ બનાવવામાં મોડું થતા સાસુએ વહુ પર કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત આસપાસના લોકોનું કહેવાનું છે કે સાસુએ એના પતિને સગર્ભાને માર મારવા કહ્યું હતું. તેમજ સાસુએ કહ્યું કે વહુ કામ કરતી નથી.
આ મામલે વિંછીયા પોલીસે સાસુ વિરુદ્ધ કલમ 307 મુજબ ગુનો દાખલ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
