Not Set/ video: બેઠક અંગે નીતિન પટેલનું નિવેદન, 6 જેટલા બિલો ગૃહમાં કરાશે પસાર

ગાંધીનગર, વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે સત્રના એક દિવસ પહેલા ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ ચોમાસુ સત્રમાં 6 જેટલા બિલો પસાર કરવામાં આવશે. સરકાર દ્વારા GSTના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. તો ચેઈન સ્નેચિંગને લગતું સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવશે. […]

Videos

ગાંધીનગર,

વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે સત્રના એક દિવસ પહેલા ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ ચોમાસુ સત્રમાં 6 જેટલા બિલો પસાર કરવામાં આવશે. સરકાર દ્વારા GSTના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. તો ચેઈન સ્નેચિંગને લગતું સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવશે.

જૂના મકાનોના  રીડેવલોપમેન્ટ પોલિસીને લગતા વિધેયક પસાર કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ના પેપર લીક કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાના નિયમમાં  સુધારો તેમજ ભૂતિયા સ્કૂલો સામે કાર્યવાહી કરવા અંગેનો કાયદો પસાર કરાશે.

સાથે સાથે ઉશ્કેરણીજનક  ભાષણ તથા લખાણ તેમજ લોકોને ભડકાવવા અંગે કાયદાકીય જોગવાઈ કરતો કાયદો પણ પસાર કરાશે. તો કોંગ્રેસના કાર્યક્રમ અંગે નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે…કોંગ્રેસના સરકાર વિરોધી કાર્યક્રમને કોઈ સમર્થન નહીં કરે