Not Set/ જેતપુરમાં હિંદુ-મુસ્લિમ પરિવારની કોમી એકતાની મિશાલ, સાથે ઉજવે છે મહોરમ અને ગણેશચતુર્થી

જેતપુર વર્ષો બાદ હિન્દૂ અને મુસ્લિમના બે તહેવાર એક સાથે આવેલ છે, જેમાં મુસ્લિમોનો મોહરમ અને હિન્દૂઓનો ગણપતિ મહોત્સવ ચાલી રહેલ છે,ત્યારે જેતપુર માં એક અનોખો ગણપતિ મહોત્સવ જોવા મળ્યો, જેમાં મુસ્લિમોએ ગણપતિ નું સ્થાપન કરીને બંને ઉત્સવ સાથે ઉજવા સાથે કોમી એકતાની મિશાલ આપી છે. અહીં મુસ્લિમ ભાઈઓ એક તરફ તહેવાર મોહરમ માં કરબલાના […]

Gujarat Rajkot
In the State including Ahmedabad, today Bappa's Departure Between the Policemen

જેતપુર

વર્ષો બાદ હિન્દૂ અને મુસ્લિમના બે તહેવાર એક સાથે આવેલ છે, જેમાં મુસ્લિમોનો મોહરમ અને હિન્દૂઓનો ગણપતિ મહોત્સવ ચાલી રહેલ છે,ત્યારે જેતપુર માં એક અનોખો ગણપતિ મહોત્સવ જોવા મળ્યો, જેમાં મુસ્લિમોએ ગણપતિ નું સ્થાપન કરીને બંને ઉત્સવ સાથે ઉજવા સાથે કોમી એકતાની મિશાલ આપી છે.

અહીં મુસ્લિમ ભાઈઓ એક તરફ તહેવાર મોહરમ માં કરબલાના શહીદોને  યાદ કરીને મોહરમ માનવી રહ્યા છે, જયારે એજ જગ્યા એ ગણપતિની ભવ્ય મૂર્તિ નું સ્થાપન કરવામાં આવેલ છે અને અહીં ગણપતિ ઉત્સવ ઉજવાય અહીં મુસ્લિમ ભાઈઓ સાંજની નમાજ કરીને પાછા આવી ને તેવો અહીં ગણપતિ ની પૂજા અને સ્તુતિ પણ કરે છે, આ ઉત્સવ દરમિયાન કોણ હિન્દૂ અને કોણ મુસ્લિમ તે ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે, જોવા જઈ એ તો અહીં હિન્દૂ અને મુસ્લિમો દ્વારા છેલ્લા 11 વર્ષ થી બંને તહેવારો સાથે મળી ને ઉજવવામાં  આવી રહ્યા છે જે ખરેખર કોમી એકતા ની મિશાલ છે.