Not Set/ અમરેલી : ગાળામાં દોરી આવી જતા યુવાનનું મોત, પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. રસનાળ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા એક યુવકનું, દોરી ગાળામાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. લાઠી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એકનું મોત થતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. બ્લોકના કામ દરમ્યાન દોરી ગળામાં આવી જતા રસનાળ ગામના મજૂરનુ મોત થયુ. આ મામલે 50થી વધુ મજૂરોએ પોલીસ […]

Top Stories Gujarat

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. રસનાળ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા એક યુવકનું, દોરી ગાળામાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

લાઠી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એકનું મોત થતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. બ્લોકના કામ દરમ્યાન દોરી ગળામાં આવી જતા રસનાળ ગામના મજૂરનુ મોત થયુ. આ મામલે 50થી વધુ મજૂરોએ પોલીસ સ્ટેશનમાં જઇ ન્યાયની માંગ કરી. કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માંગ કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને મજૂરોએ મૃતકની લાશ ને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાળવા પ્રયાસ કર્યો. મૃતકના પરિવારજનોને લાશનો સ્વીકાર કરવા અંગે સમજાવ્યા હતા.