Not Set/ અમદાવાદ : પોલીસે મિત્રની પત્ની સાથે કર્યું દુષ્કર્મ, કરતો આવી બીભત્સ માંગણી

અમદાવાદમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહિત પારેખ વિરુદ્ધ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવતા સનસની મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, આરોપી મહિલાને પતિ સાથે સમાધાન કરાવવા માટે હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહિત પારેખ વિરુદ્ધ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવતા સનસની મચી ગઈ છે.

મળતી વિગતો મુજબ, આરોપી મહિલાને પતિ સાથે સમાધાન કરાવવા માટે હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત મહિલાને બ્લેકમેલ કરી, નગ્ન ફોટાઓ પણ મંગાવતો હતો.

આરોપી કોન્સ્ટેબલ મહિલાને ભાગ્ય હોટેલમાં લઇ જઈને પાંચ-છ વાર દુષ્કર્મ કર્યું હતું. હાલ, ઘાટલોડિયા પોલીસે આ સંદર્ભે મોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ મામલે મળતી વિગતો મુજબ પીડિતાનો પતિ અને કોન્સ્ટેબલ મોહિત મિત્રો હતા. જેથી મોહિત પીડિતાના ઘરે આવતો હતો. પીડિતાને પતિ સાથે મનદુઃખ થતા પતિએ તેણીને ઘર બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ તેણીએ મોહિતને ફોન કરીને પતિ-પત્ની વચ્ચેનું મનદુઃખ દૂર કરી સમાધાન કરાવવા કહ્યું હતું.

ત્રણ મહિના બાદ પરિવારની સમજાવટથી પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ ગયું હતું. આ દરમિયાન આરોપી ફોન કરીને શારીરિક સંબંધો અંગે પતિને કહી દેવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. પરિણીતાએ પતિને તમામ હકીકત જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.