મેલબોર્ન,
ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં એક એવું ચિત્ર સામે આવ્યું છે તે જોઇને ટીમના ખેલાડીઓની સાથે સાથે સ્ટેડિયમમાં બેઠેલા સમર્થકો પણ હેરાન થઇ ગયા હતા.
ઓસ્ટ્રેલિયામાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાઈ રહેલા JLT વન-ડે કપ ૨૦૧૮માં એક મેચ દરમિયાન ફિલ્ડર જેક વેદરાર્ડ ઉલટા ભાગતા એક શાનદાર કેચ પકડ્યો હતો, તે જોઇને તમામ ચકિત થયા હતા.
WHAT A CATCH! 😍 This was special from Jake Weatherald.
Watch LIVE: https://t.co/I3cFrtioci #JLTCup pic.twitter.com/bwaYSHKwIS
— cricket.com.au (@cricketcomau) September 30, 2018
હકીકતમાં, ડોમેસ્ટિક ક્રિકટની મેચ દરમિયાન વિરોધી ટીમના ખેલાડી નિક મેડિનસને ૧૧મી ઓવરમાં આગળ વધીને હવામાં શોટ લગાવ્યો હતો. જો કે હવામાં ઉછળેલા આ શોટ પાછળ સાઉથ ઓસ્ટ્રેલિયાના ખેલાડી જેક વેદરાર્ડ બાઉન્ડ્રીથી ઘણો દૂર ઉભા હતા, પરંતુ ત્યારબાદ પણ બાઉન્ડ્રી તરફ આગળ વધતા શાનદાર કેચ પકડ્યો હતો.
સા કેચ જોઇને બેટ્સમેન પોતે પણ હેરાન થઇ ગયો હતો, કારણ કે જેકે ઉલટા ફરીને ભાગતા હાર્ડ કેચને પકડ્યો હતો.
જો કે ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તેઓના ઓફિશિયલ પેજ cricket.au.in પર પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
