Not Set/ છારાનગરમાં બે પરિવાર વચ્ચેના ઝઘડામાં પથ્થરમારો, પોલીસ કોન્સ્ટેબલનું મોત

અમદાવાદ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નીપજ્યુ હતું.. છારાનગર વિસ્તારમાં પેવર બ્લોક નાંખવા બાબતે બે પરિવાર વચ્ચે બુધવારે સાંજે ઝઘડો થયો હતો. જેમાં બે પરિવારના સભ્યો સામ સામે ઝઘડતા એક પરિવારના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકને પડોશી પરિવારે ઢોર માર મારી પેવર બ્લોક મારતા તેને છાતીના ભાગે […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 92 છારાનગરમાં બે પરિવાર વચ્ચેના ઝઘડામાં પથ્થરમારો, પોલીસ કોન્સ્ટેબલનું મોત

અમદાવાદ,

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નીપજ્યુ હતું.. છારાનગર વિસ્તારમાં પેવર બ્લોક નાંખવા બાબતે બે પરિવાર વચ્ચે બુધવારે સાંજે ઝઘડો થયો હતો.

જેમાં બે પરિવારના સભ્યો સામ સામે ઝઘડતા એક પરિવારના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકને પડોશી પરિવારે ઢોર માર મારી પેવર બ્લોક મારતા તેને છાતીના ભાગે વાગ્યો હતો. જેમાં તેનું મોત થયું છે.

પોલીસની વાત માનીએ તો, છારાનગર ફ્રી કોલોની પાણીની ટાંકી પાસે બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેવર બ્લોક લગાવવામાં આવી રહ્યા હતા.

મૃતક કોન્સ્ટેબલનું નામ બંકિમચંદ્ર ઈન્દ્રેકર હોવાનું સામે આવ્યું છે, જે શાહિબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ પર વિજય ઉર્ફે બિર્જુ ઉર્ફે પ્રહલાદ શેનુ, વિકિ ગારંગે, સત્યમ ગારંગે તથા રોકી ગારંગ અને તેમના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ વ્યાજનો ધંધો કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

mantavya 93 છારાનગરમાં બે પરિવાર વચ્ચેના ઝઘડામાં પથ્થરમારો, પોલીસ કોન્સ્ટેબલનું મોત

જેમાં બે પડોશી પરિવાર વચ્ચે પહેલા પોતાના ત્યાં પેવર બ્લોક લગાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નીપજ્યુ હતું.  હાલમાં પોલીસે આરોપીઓની ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.