Not Set/ બીટકોઈન તોડકાંડ : પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની જામીન અરજી ફગાવાઈ

બહુચર્ચિત 32 કરોડના બીટકોઈન તોડકાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય અને આરોપી નલિન કોટડિયાની રેગ્યુલર જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે. આરોપી નલિન કોટડિયાની જામીન અરજી ફગાવતા સેસન્સ કોર્ટે જણાવ્યું કે, આરોપી સામે પ્રથમ દર્શીય ગુનો બનતા હોવાના પુરાવા છે. તો બીજી તરફ સેસન્સ કોર્ટના સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજુઆત કરી હતી કે, […]

Top Stories Ahmedabad Gujarat

બહુચર્ચિત 32 કરોડના બીટકોઈન તોડકાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય અને આરોપી નલિન કોટડિયાની રેગ્યુલર જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે.

આરોપી નલિન કોટડિયાની જામીન અરજી ફગાવતા સેસન્સ કોર્ટે જણાવ્યું કે, આરોપી સામે પ્રથમ દર્શીય ગુનો બનતા હોવાના પુરાવા છે.

તો બીજી તરફ સેસન્સ કોર્ટના સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજુઆત કરી હતી કે, ગુનાની તપાસ હાલ ચાલુ છે, તેથી જો નલિન કોટડિયાને જામીન આપવામાં આવે, તો તપાસમાં વિઘ્ન આવી શકે છે, તેથી એમને જામીન આપવા ન જોઈએ.

સરકારી વકીલની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં લેતા સેસન્સ કોર્ટે આરોપી નલિન કોટડિયાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.

જણાવી દઈએ કે, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના ધુલિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી.