ગાંધીનગર,
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગુરુવારથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો.
આ સમયે મુખ્યમંત્રી રુપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફીક ડીવીડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે.
Sri @vijayrupanibjp, Hon'ble @CMOGuj at the Vibrant Gujarat Startup and Technology Summit, 2018.#VGStartUp pic.twitter.com/IEeqtWRZWh
— Vibrant Startup & Technology Summit (@vstsgujarat) October 11, 2018
ઉત્સાહ અને તરવરાટથી છલકતા યુવા સ્ટાર્ટઅપ્સને તેમણે આહવાન કર્યુ કે, સમગ્ર વિશ્વમાં કોઇને કોઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ કરે”.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. એટલું જ નહી, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે.
Sri @vijayrupanibjp, Hon'ble @CMOGuj at the Vibrant Gujarat Startup and Technology Summit, 2018. #VGStartUp pic.twitter.com/LF95dieHop
— Vibrant Startup & Technology Summit (@vstsgujarat) October 11, 2018
વિજય રૂપાણીએ ભારતના અર્થતંત્રમાં સ્ટાર્ટઅપની અહેમિયતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૬માં ત્રણ વિષયો પર ફોકસ કરીને સ્ટાર્ટઅપ ઇનીશ્યેટીવ્સનો પ્રારંભ કરાવ્યો છે તેની ભૂમિકા આપી હતી.
સિમ્પલીફીકેશન એન્ડ હેન્ડ હોલ્ડીંગ, ફંડીંગ સપોર્ટ એન્ડ ઇન્સેટીવ્ઝ તેમજ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા પાર્ટનરશીપ એન્ડ ઇન્કયુબેશનના આ ફોકસ સેકટરને પરિણામે ભારતમાં યુવા સ્ટાર્ટઅપ માટે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાના અવસર મળ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ભારતમાં અંદાજે ર૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે પ૦ બિલિયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુનું સર્જન કર્યુ છે. ગુજરાતે ૧૮૪ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ૬૦ થી વધુ યુનિવર્સિટી, ૧ હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઓને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
The Honorable Chief Minister of Gujarat, Mr. @vijayrupanibjp inaugurated the Vibrant Gujarat Startup and Technology Summit, 2018 and opened up a new leading way for the Startups of the country. pic.twitter.com/KcKNnTT1uX
— Vibrant Startup & Technology Summit (@vstsgujarat) October 11, 2018
તેમણે પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને વધુ વ્યાપક ફલક આવી સમિટના માધ્યમથી મળી રહ્યું છે તેનો આનંદ વ્યકત કરી આયોજકોને બિરદાવ્યા હતા.
આ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેલાં મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ કેનેડાના કોન્સ્યુલ અને ટ્રેડ કમિશનર કેડ હેન્સલરે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ માટે આ સમીટ શ્રેષ્ઠ તકો પૂરી પાડશે. તેમણે આ સમીટને ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ માટે શ્રેષ્ઠ તક સમાજ ગણાવી કેનેડા અને ગુજરાત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવ્યા હતા.
આ પ્રસંગે ટેક મહિન્દ્રાના સીઇઓ અને એમડી શ્રી સી.પી.ગુરનાનીએ ગુજરાતની શક્તિને પીછાણવાની જરૂર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ એવું રાજ્ય છે જે દેશની માત્ર પાંચ ટકા વસતી ધરાવે છે પરંતુ રાષ્ટ્રની કુલ નિકાસમાં ૨૨ ટકા હિસ્સો ધરાવે છે.
આ પ્રસંગે ગેઝીયા આઇટી એસોસીએશનના વિવેક ઓગ્રા, મુંબઇ સ્થિત સ્વીડનના કાઉન્સિલ જનરલ ઉલ્લરીકા સન્ડબર્ગ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સિચવ એમ.કે.દાસ, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને એમડી ડી.થારા, ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા સહિત ઉદ્યોગ ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દેશભરના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
