Not Set/ પોલીસે હનીટ્રેપના આરોપીઓને ઝડપી પાડ્યા, સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવતા યુવકોને

રાજકોટ, શહેરમાં પૈસાદાર નબીરાઓને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો વેપાર ચાલતો હોય તેમ એક પછી એક હનીટ્રેપના બનાવો સામે આવી રહ્યા છે. આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં ત્રણ શખ્સો સાથે મળી આ યુવકને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો […]

Gujarat Rajkot Trending

રાજકોટ,

શહેરમાં પૈસાદાર નબીરાઓને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો વેપાર ચાલતો હોય તેમ એક પછી એક હનીટ્રેપના બનાવો સામે આવી રહ્યા છે. આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

જેમાં એક યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં ત્રણ શખ્સો સાથે મળી આ યુવકને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો.એટલું જ નહી રૂપિયા 12 લાખની ખંડણી માંગતા યુવકે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નીતુ રાવલ નામની એક યુવતિએ ફેસબુક દ્વારા સુરેશ નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી. થોડા સમય બાદ બંને મોબાઈલમાં વાતચીત કરવા લાગ્યા હતા. બાદમાં નીતુએ સુરેશને રેસકોર્સના લવ ગાર્ડનમાં મળવા બોલાવ્યો હતો.

બંને લવ ગાર્ડનમાં બેઠાની થોડીવારમાં ત્રણ અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા અને મારી બેનને મળવા કેમ આવ્યો કહીને સુરેશને ઢીકાપાટુનો માર મારી તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો.

ઉલ્લેખનિય છે કે, આરોપીઓએ સુરેશ નામના યુવકે હનીટ્રેપથી ફસાવી મળવા બોલાવી તેને માર મારી તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. ત્યાર બાદ તેની પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

સમગ્ર ઘટનામાં પોતે હનીટ્રેપનો શિકાર બન્યાનું જણાતા સુરેશ પ્રદ્યુમનનગર પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોતાની સાથે બનેલી તમામ ઘટના જણાવી પોલીસની મદદ માંગી હતી.

સુરેશની ફરિયાદને આધારે પોલીસે નીતુ રાવલ, સાનુ અફઝલ, આસિફ તેમજ હરકિશનસીંગ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ચોક્કસ બાતમીના આધારે યુવતિ સહિત તમામ પાંચેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.