ક્રિકેટની રમતને હંમેશાની માટે અનિશ્ચિત્તાઓથી ભરેલી ગેમ કહેવામાં આવે છે. દિન-પ્રતિદિન અનેક રેકોર્ડ બનતા હોય છે, તો કેટલાક રેકોર્ડની બરાબરી થતી હોય છે. આ જ પ્રકારે રવિવારે પણ એક વર્લ્ડ રેકોર્ડની બરાબરી થઇ છે.
અફઘાનિસ્તાનના ખેલાડી હજહરતુલ્લાહ જજઈએ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગની એક મેચમાં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારવાની ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
https://www.facebook.com/AfghanistanCricketBoardOfficial/videos/2324621897566029/
૨૦ વર્ષીય અફઘાન ખેલાડી જજઈએ કાબુલ જવાન તરફથી રમતા માત્ર ૧૨ બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ જજઈએ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઓછા બોલ પર ફિફ્ટી ફટકારવાના યુવરાજ સિંહના રેકોર્ડની બરાબરી કરી છે.
આ પહેલા યુવરાજ સિંહે ૨૦૦૭માં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં ૬ બોલમાં ૬ સિક્સર ફટકારવાની સાથે જ માત્ર ૧૨ બોલમાં જ ફિફ્ટી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટમાં માત્ર ૬ બોલમાં ૬ સિક્સર ફટકારવાની વાત કરવામાં આવે તો, આ પહેલા સર ગેરી સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્ષલ ગિબ્સ, યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા અને મિસ્બાહ ઉલ હક ૬ સિક્સર ફટકારી ચુક્યા છે.
જો કે જજઈની તૂફાની ઇનિગ્સ બાદ તેઓની પણ ૨૪૫ રનનો ટાર્ગેટનો પીછો કરતા ૨૧ રનથી મેચ હારી હતી.
