અમદાવાદ,
કરોડો પાટીદારોના આસ્થા અને શ્રધ્ધાના આરાધ્ય દેવી માં કુળદેવી ઉમિયા માતાનો દિવ્ય રથ અમદાવાદ આવી પહોંચતાં પાટીદારોમાં ઉત્સાહ છવાયો હતો.
દિવ્ય રથનું રાણિપ વિસ્તારમાં પરિભ્રમણ કરાયું હતું. તે સમયે નાની બાળકીઓથી લઈને મોટી ઉંમરના પાટીદારોએ દિવ્ય રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.
દિવ્ય રથ અમદાવાદના વિવિધ 48 સ્થળ પર રોકાણ કરશે. ત્યારબાદ રથને વિદેશમાં પરિભ્રમણ માટે લઈ જવાશે. રાણિપ વિસ્તારના પાટીદર સહિત તમામ જ્ઞાતિના લોકોમાં ઉત્સાહ છવાયો હતો.
પાટીદારો દ્વારા કરોડો રુપીયાનું દાન કરાયું હતું. કરોડો પાટીદારોના આસ્થા અને શ્ર્ધાના આરાધ્ય દેવી માં કુળદેવી ઉમિા માતાનો દિવ્ય રથ ઉંઝાથી પ્રસ્તાન કરાયો હતો.
દિવ્ય રથનું સવારે રાણિપ વિસ્તારમાં આગમન થયું હતું. વહેલી સવારથી જ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પાટીદારો સ્વાગત માટે આવી પહોંચ્યા હતા.કુળદેવી મા ઉમિયાના દિવ્ય રથ આવી પહોંચતાં જ ઢાલ નગારાના તાલે ન્રુત્ય સાથે સ્વાગત કરાયું હતું.દિવ્ય રથનું ઠેરઠેર ઉમળકાભેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું.
