Not Set/ અમેરીકી પ્રતિબંધનો સામનો કરનાર ઈરાનને વોશિંગ્ટન તરફથી મળ્યો વધુ એક ઝટકો

ન્યુયોર્ક આગામી મહિનાથી અમેરીકી પ્રતિબંધનો સામનો કરનાર ઈરાનને વોશિંગ્ટન તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન પેરામિલિટ્રી ફોર્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈને ઈરાન અને અમેરીકા વચ્ચે તણાવ વધવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે. મહત્વનુ છે કે ૪ નવેમ્બરથી ઈરાન પર અમેરીકાના નવા પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યા છે. […]

World Trending
ન્યુયોર્ક
આગામી મહિનાથી અમેરીકી પ્રતિબંધનો સામનો કરનાર ઈરાનને વોશિંગ્ટન તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન પેરામિલિટ્રી ફોર્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
જેને લઈને ઈરાન અને અમેરીકા વચ્ચે તણાવ વધવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે. મહત્વનુ છે કે ૪ નવેમ્બરથી ઈરાન પર અમેરીકાના નવા પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યા છે.
ઈરાનની સેના પર આજે લાગુ કરવામાં આવેલ પ્રતિબંધને અમેરીકાના તેહરાન પર વધતા જતા દબાણના રુપમાં જાવામાં આવી રહ્યુ છે. નવા પ્રતિબંધોમાં ઈરાનના પેરામિલિટ્રી ગ્રુપને નાણાંકીય મદદ આપનાર સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ટ્રમ્પ પ્રશાસને કહ્યુ કે ૨૦થી વધુ બિઝનેસ સંસ્થાઓ, જેને બોનયાદ તાવોન  બસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના પર પ્રતિબંધ મુકાયો છે.
અમેરીકી અધિકારી  મનુચિને કહ્યુ કે આંતરરાષ્ટ્રીય  બિરાદરોએ એ સમજવુ જાઈએ કે બોનયાદ તાવોન બસીઝ નેટવર્ક અને ઈસ્લામિક રેવલુશનેરી ગાર્ડ કોર્પ સાથે બિઝનેસ કરનારર પર પ્રતિબંધ જરુરી છે. અમેરીકાના રોકાણ, કોમોડિટી અને એન્જીન્યરીંગ  સાથે સંકળાયેલ કંપનીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.