શ્રીનગર,
કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર લાઈન ઓફ એક્શન પર કરવામાં આવી રહેલા સીઝફાયરના ઉલ્લંઘન બાદ ભારતીય સેના દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના સ્વરૂપમાં જ કાર્યવાહી કરતા પાકિસ્તાનની સેનાના એક હેડકવાર્ટરને ધ્વસ્ત કર્યું છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં POKમાં સ્થિત આતંકીઓના લોન્ચિંગ પેડને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાને મોટું નુકશાન પહોચ્યું છે.
Pakistan army administrative HQ targeted along LoC near Poonch by Indian Army in retaliation to Pakistan’s mortar shelling of Poonch and Jhallas on October 23 pic.twitter.com/BGxda5dhWd
— ANI (@ANI) October 29, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની બેટ ટીમ દ્વારા આ પહેલા ૨૧ ઓક્ટોબરના રોજ ભારતીય જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના ૩ જવાનો શહીદ થયા હતા જયારે એક સૈનિક ઘાયલ પણ થયો હતો.
#WATCH: Pakistan army administrative HQ targeted along LoC near Poonch by Indian Army in retaliation to Pakistan’s mortar shelling of Poonch and Jhallas on October 23 pic.twitter.com/o0C6UJQqcr
— ANI (@ANI) October 29, 2018
આ ઉપરાંત ૨૩ ઓક્ટોબરના રોજ પણ પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારી કરવામાં આવી હતી અને આ દરમિયાન ૧૨૦ અને ૧૮૨ MMના મોર્ટાર દાગવામાં આવ્યા હતા, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેના દ્વારા આ હુમાલાની જવાબી કાર્યવાહી કરતા મોટી એક્શન લેવામાં આવી છે.
૩ આતંકીઓની કરાઈ ધરપકડ
બીજી બાજુ, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ૩ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને આતંકીઓ વચ્ચે બારામૂલા રોડ પર ગોળીબારી થઇ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેઓ પાસેથી હથિયાર તેમજ ગોળીઓ પણ જપ્ત કરી છે.
