Not Set/ VIDEO : #INDvsWI : કેપ્ટન કોહલીએ હવામાં ઉડીને એ રીતે કર્યો રન આઉટ કે તેને જોઇને ધોની થઇ ગયો હેરાન

મુંબઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ ની લીડ મેળવી લીધી છે. જો કે આ શાનદાર જીત બાદ પણ ચર્ચાનું કેન્દ્ર હોય તો તે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એ ખાસ રન આઉટ છે, જેને […]

Trending Sports

મુંબઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ ની લીડ મેળવી લીધી છે.

જો કે આ શાનદાર જીત બાદ પણ ચર્ચાનું કેન્દ્ર હોય તો તે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એ ખાસ રન આઉટ છે, જેને જોઈ પૂર્વ કેપ્ટન એમ એસ ધોની સહિતના ટીમના તમામ ખેલાડીઓ હેરાન થઇ ગયા હતા.

https://twitter.com/Sundharsuresh1/status/1056957366720057345

હકીકતમાં, ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૭ રનના ટાર્ગેટ સામે કેરેબિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટોચની ત્રણ વિકેટ માત્ર ૨૦ રનના સ્કોરે જ ગુમાવી દીધી હતી. જેમાં છઠ્ઠી ઓવર જસપ્રીત બુમરાહ કરી રહ્યો હતો.

આ દરમિયાન જ ઓપનર બેટ્સમેન પોવેલ દ્વારા જસપ્રીત બુમરાહના બોલ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ સીધો જ કવરમાં ફિલ્ડીંગ કરી રહેલા વિરાટ કોહલીના હાથમાં ગયો હતો.

જો કે આ સમયે પોવેલ રન લેવામાં ચક્કરમાં ક્રિઝથી ઘણો દૂર હતો, પરંતુ આ સમયે જ કોહલીએ હવામાં ઉછળીને થ્રો કરતા બોલ સીધો જ વિકેટ પર લાગ્યો હતો અને પોવેલને રન આઉટ કર્યો હતો.

ભારતે ૨૨૪ રને હાંસલ કરી શાનદાર જીત

ચોથી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ૩૭૭ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૫૩ રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી.