દુનિયામાં એક દેશ એવો છે જ્યાં માત્ર પુરુષ જ નહિ પણ સાથે સાથે મહિલાઓ અને યુવાનો પણ હથિયાર ચલાવતા હોય છે અને આ દેશના દરેક વ્યક્તિએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેવી ફરજિયાત હોય છે.
એક તબક્કે આ વાત ચોકાવનારી લાગે લાગે, પરંતુ આ દેશનું નામ છે ઇઝરાયેલ કે જે મધ્યપૂર્વમાં સ્થિત છે.

ઇઝરાયેલમાં બાળકોને જયારે તેઓ ૧૫ વર્ષના થાય છે ત્યારથી જ આર્મી ટ્રેનિંગ શરુ થઇ જાય છે. હાઇસ્કુલના અભ્યાસ બાદ તેઓને આર્મી સર્વિસમાં જોડાવવું જરૂરી હોય છે.

આ માટે છોકરાઓને ૨ વર્ષ જયારે છોકરીઓને ૩ વર્ષ સુધી સેનામાં કામ કરવાનું હોય છે. આ દરમિયાન તેઓને હથિયાર ચલાવવા સહિતની તમામ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આ જ કારણે ઇઝરાયેલમાં દરેક પરિવારના સભ્યો હથિયાર ચલાવવા માટે નિપુણ હોય છે.
ઇઝરાયેલની સૈન્ય શક્તિની વાત કરવામાં આવે તો, આ દેશમાં ૩૦ લાખ સૈનિકો છે જેમાં ૧૫ લાખ પુરુષો અને ૧૫ લાખ મહિલાઓ કામ કરે છે. આ ઉપરાંત ઇઝરાયેલ તેના અત્યાધુનિક હથિયારો તેમજ ટેકનોલોજી માટે પણ જાણીતું છે. આ જ કારણે ઇઝરાયેલની ગણના આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં થાય છે.
ઇઝરાયેલ દુનિયાના નકશામાં વર્ષ ૧૯૪૮માં ફિલિસ્તાનના ભાગલા પડ્યા બાદ આવ્યો હતો અને આ દેશની વસ્તી ૮૫ લાખ છે. ૧૯૪૮માં આઝાદ થયાના ૭૦ વર્ષ બાદ આ ઇઝરાયેલને એક યહૂદી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું છે. આ અંગેનો પ્રસ્તાવ ૧૯ જુલાઈ, ૨૦૧૮ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો છે.
