Not Set/ સુપ્રીમ કોર્ટને માત્ર ૪૮ કલાકમાં જ ૪ નવા જજ, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ લેવડાવ્યા ગોપનિયતાના શપથ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટને શુક્રવારે ૪ નવા જજ મળી ગયા છે. દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, એમ આર શાહ, અજય રસ્તોગી તેમજ હેમંત ગુપ્તાએ દેશની સર્વોચ્ચ અદાલતના જજ તરીકે શપથ લીધી છે. જો કે આ પહેલીવાર બન્યું છે કે, ચાર જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે ભલામણના માત્ર ૪૮ કલાકમાં જ તેઓની […]

Top Stories India Trending

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટને શુક્રવારે ૪ નવા જજ મળી ગયા છે. દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, એમ આર શાહ, અજય રસ્તોગી તેમજ હેમંત ગુપ્તાએ દેશની સર્વોચ્ચ અદાલતના જજ તરીકે શપથ લીધી છે.

જો કે આ પહેલીવાર બન્યું છે કે, ચાર જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે ભલામણના માત્ર ૪૮ કલાકમાં જ તેઓની જજ તરીકે નિયુક્તિ કરાઈ છે.

NATIONAL-supreme court 4-new-judges-48 hours cji-administers-oath

કોલેજિયમ બોડી દ્વારા ચાર રાજ્યોની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે વરણી કરવા માટે ભલામણ કરાઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ ભલામણના એક દિવસમાં જ તેઓની જજ તરીકે નિયુક્તિ કરવા માટે સંમતિ આપી છે.

જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, એમ આર શાહ, અજય રસ્તોગી તેમજ હેમંત ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપત લેવાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા ૨૮ થઇ ગઈ છે. જો કે સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા ૩૧ સ્વીકૃત કરાઈ છે.

આ પહેલા આર સુભાષ રેડ્ડી ગુજરાત હાઈકોર્ટ, એમ આર શાહ પટના હાઈકોર્ટ, અજય રસ્તોગી ત્રિપુરા હાઈકોર્ટ અને હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે જેઓને હવે સુપ્રીમ કોર્ટના જજ બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ એ કે સિકરી અને જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની કોલેજિયમ બોડી દ્વારા કહેવામાં આવ્યું કે, “અન્ય ચીફ જસ્ટિસની તમામ બાબતોની તુલનાએ યોગ્યતા ધરાવતા દેશની હાઈકોર્ટના સિનીયર જજોને દેશની સર્વોચ્ચ અદાલતના જજ તરીકેની નિમણુંક કરવા માટે ભલામણ કરાઈ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરના હાઇકોર્ટના સિનીયર જજની તુલનામાં ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી નંબર ૪, એમ આર શાહ ૧૭, અજય રસ્તોગી ૨૫ તેમજ હેમંત ગુપ્તા ૪ નંબરે આવે છે.