નવી દિલ્હી,
ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ટીમના ઝડપી બોલર માઈકલ સ્ટાર્કને રિલીઝ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્ટાર્કને KKR ટીમના માલિકો દ્વારા આ અંગની જાણકારી SMS દ્વારા આપવામાં આવી છે.
જો કે KKR દ્વારા માઈકલ સ્ટાર્કની બાદબાકી શા માટે કરવામાં આવી તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ આગામી વર્ષે ૨૦૧૯માં તેઓની ઉપલબ્ધતાને લઈ જોવા મળી રહેલી અનિશ્ચિતતાઓને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ની હરાજીમાં સૌથી ઉંચી કિંમતે ખરીદવામાં આવેલા માઈકલ સ્ટાર્કને પગમાં ફ્રેકચર થવાના કારણે IPLની પુરા સત્રથી દૂર રહ્યો હતો.
KKR દ્વારા સ્ટાર્કને ૯.૪૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ઈજાના કારણે બહાર થઇ જવાના કારણે ટોમ કુરાનનો સમાવેશ કરાયો હતો.
આ પહેલા ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ માઈકલ સ્ટાર્ક ઈજાના કારણે IPLમાં રમી શક્યો ન હતો.
