નવી દિલ્હી,
પંજાબ નેશનલ બેન્કમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના કૌભાંડના મામલે મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ શામેલ હોવાનો દાવો CBIના DIG મનોજ કુમાર સિન્હા દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે હવે તેઓએ વધુ એક સ્ફોટક ખુલાસો કર્યો છે.
CBIના ઓફિસર એમ કે સિન્હા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશન પહેલા આરોપ મુક્યો છે કે, સીબીઆઈના નંબર ૨ અધિકારી રાકેશ અસ્થાના વિરુધ ચલાવવામાં આવી રહેલા કેસમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલ દખલ કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના બિઝનેસમેન પાસેથી લાંચ લેવાના મામલે સપડાયેલા રાકેશ અસ્થાના કેસની તપાસ એમ કે સિન્હા કરી રહ્યા છે. જો કે ત્યારબાદ તેઓનું ઓક્ટોબર મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેઓએ આરોપ મૂક્યો છે કે, આ કેસમાં સામેલ બે મધ્યસ્થીઓ અજિત ડોભાલની નજીક હતા.
હરિભાઈ ચૌધરીએ લીધા હતા ૨ કરોડ રૂપિયા

દેશના સૌથી મોટા કૌભાંડોમાંના એક PNB સ્કેમમાં વર્તમાન મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે. આ નામ આવતા કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપના માથે ભૂકંપ આવી ગયો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CBIના DIG મનોજ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે અને આરોપ મુક્યા છે કે હરિભાઈ ચૌધરીએ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સના પાસેથી ૧ કે ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
આ ઉપરાંત માહિતી પ્રાપ્ત થઇ છે કે, જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એક એન્જસી દ્વારા એક કોલ ટ્રેસ કરવામાં આવ્યો હતો, જેમાં તેલંગાણાથી મેડચલથી ધારસભ્ય રહેલા કે લક્ષ્મા રેડી અને સન વચ્ચે ૧ કે ૨ કરોડ રૂપિયા મોકલવા અંગેની વાતચીત કરવામાં આવી છે.
