Not Set/ રાજકોટ : બીમારીથી કંટાળેલા વૃદ્ધે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર આવેલ પટેલનગરમાં રહેતા વૃદ્ધે તેના ઘેર બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવના પગલે ભકિતનગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલ પટેલનગરમાં રહેતા નારણભાઈ જીવાભાઈ ચાવડીયા ઉ.વ. 80 નામના વૃદ્ધે તેના ઘેર ગળાફાંસો […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર આવેલ પટેલનગરમાં રહેતા વૃદ્ધે તેના ઘેર બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવના પગલે ભકિતનગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલ પટેલનગરમાં રહેતા નારણભાઈ જીવાભાઈ ચાવડીયા ઉ.વ. 80 નામના વૃદ્ધે તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ પીપરોતર સહિતના સ્ટાફે દોડી જઈ તપાસ કરતા નારણભાઈએ બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.