સુરત,
સુરતમાં સરથાણા વિસ્તારમાંથી નેપાળી ગેંગ ઝડપાઈ છે.બંધ મકાનોને નિશાન બનાવતી નેપાળી ગેંગ ઝડપાઇ છે, વતન જતાં રત્નકલાકારોના મકાનમાં ચોરી કરતા હતા. દિવાળી સમયે ત્રણ મકાનમાં ચોરી કરી હતી.
વોચમેન તરીકે કામ કરી ચોરીનું સ્થળ નક્કી કરતા હતાCCTVનું DVR પણ ચોરી કરી લઈ જતા હતા. નેપાળથી વાયા મુંબઇ થઈ સુરત આવતાં હતા.
પાંચ નેપાળી ચોરની ગેંગમાંથી એકની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 1 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 4 આરોપી ફરાર થઈ ગયા છે.
મજકૂર પકડાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે, બે સહ આરોપીઓ જસ બહાદુર અને હિમ્મત છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં અલગ અલગ જ્ગ્યાએ રહે છે અને સમયાંતરે ચોરી કરી નેપાલ આવતા હોય છે.
થોડા સમય આગાઉ નેપાલમાં મજકુર બન્ને આરોપી તેને મળેલ અને જાણાવેલ કે સુરત ખાતે રહેતા તેના મિત્ર દીપક પંડિત એક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરે છે.
જ્યાં દિવાળીની રજામાં ઘણા બધા મકાન માલિકો પોતાના વતન ખાતે જાય જેથી ત્યાં ઘણા બધા બંધ મકાન હોઈ ત્યાં ચોરી કરવાથી સારા રૂપિયા મળશે તેમ જાણાવેલ અને પહેલા તે બંને મુંબઈ ગયેલ અને ત્યાંથી સુરત.
સુરત ગયા બાદ તેઓને ફોન કરી નેપાલથી બોલાવેલ અને પોતે નેપાલથી મુંબઈ અને ત્યાંથી સુરત ખાતે જ્યાં ચોરી કરવાની હતી, ત્યાં બે દિવસ પહેલા દીપક પંડિતે મજકૂરને વોચમેન તરીકે રખાવેલ અને પોતે રાત્રી દરમ્યાન રેકી કરી બંધ મકાનની માહિતી આપેલ.
સહ આરોપી જસ બહાદુર, હિમ્મત, ટેગ બહાદુર તથા પોતે રાત્રીના સમયે જોયેલ બંધ મકાનના તાળા તોડી ચોરી કરી પકડાઈ ના જઈએ તે હેતુથી ડી.વી.આર લઈ ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જાવાવેલ અને પોતાને બીજી જગ્યાએ નોકરી રાખી દેશે તેમ જણાવી જસ બહાદુર તથા હિમ્મત ચોરીમાં મળેલ તમામ દાગીના લઈ નેપાલ ચાલી ગયેલ દાગીના વેચાયા બાદ રૂપિયા મળેથી ભાગ આપવાનું જણાવી ખર્ચા પેટે 7000 રોકડા રૂપિયા તથા ચાંદીની વીંટી આપેલ હોવાની હકીકત જાણાવેલ.
