રાજકોટ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતાં આરોપીઓને પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 જેટલા આરોપીને ધરપકડ કરીને 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
પૂછપરછ દરમિયાન આરોપીઓ 20 મિનીટમાં જ પોતાનું કામ કરી કરીને ફરાર થઇ જતાં હતા. તેમજ ચોરીઓ કરવા માટે કુલ 4 ટુકડી બનાવી હતી. તેવી કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે.
![રાજકોટ : આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે 2 RJT Burglary e1543143839767 રાજકોટ : આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/RJT-Burglary-e1543143839767.jpg)
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી ધરફોડ ચોરી અને વાહન ચોરીમાં સત્તત્ત વધારો થઇ રહ્યો હતો. જેને ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ તેજ કરી હતી.
તપાસ દરમિયાન રાજકોટ પોલીસે મધ્યપ્રેદશની ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે પૂછપરછ દરમિયાન હજું પણ વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા દેખાઇ રહી છે.