બ્યુનસ આયર્સ,
બ્યુનસ આયર્સમાં આયોજિત કરવામાં આવેલી G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં છે અને આ દરમિયાન શુક્રવારે તેઓએ વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી.
આ દરમિયાન તેઓએ આતંકવાદ, કાળુનાણું તેમજ ભાગેડુ આર્થિક કૌભાંડીઓના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા અને દુનિયાના દેશોને એકજૂથતા જાળવવા માટે કહ્યું હતું.
MEA: In his intervention at the 2nd session at #G20Summit on international trade, international financial and tax systems, PM Narendra Modi presented a 9-point programme to take action against fugitive economic offenders. pic.twitter.com/nsOwZiQyCq
— ANI (@ANI) December 1, 2018
આ ઉપરાંત દેશની બેન્કોને કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવી ભાગી જનારા કૌભાંડીઓ સામે પકડવા માટે પણ તેઓએ ૯ સૂત્રોનો એક પ્લાન દુનિયા સમક્ષ રાખ્યો હતો.
G-૨૦ દેશોમાં ભાગેડુ અપરાધીઓ માટે ૯ સૂત્રો :
૧. ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે સંયુક્ત રૂપથી નીપટવા માટે G-૨૦ દેશો વચ્ચે પ્રભાવી અને સક્રિય સહયોગ પ્રક્રિયા હોવી જોઈએ.
૨. આ પ્રકારના ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી અને તરત જ પ્રત્યાર્પણ માટે સભ્ય દેશો વચ્ચે સહયોગ હોવો જોઈએ.
૩. G-૨૦ દેશોએ આ માટે એ પ્રકારની મિકેનીઝમ બનાવવી જોઈએ જેનાથી ભાગેડુ આર્થિક અપરાધીઓની એક બીજાના દેશમાં એન્ટ્રી રોકાઈ શકે અને કોઈ દેશ તેઓ માટે સુરક્ષિત રહેણાંક જગ્યા ન બને.
૪. ભ્રષ્ટાચાર વિરુધ આંતરરાષ્ટ્રીય સહયોગના સંબંધમાં સયુંક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો પ્રભાવી રીતે લાગુ થવા જોઈએ.
૫. ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FTAF) દ્વારા એક પ્રકારની સિસ્ટમ તૈયાર કરવામાં આવે જેથી આ સંબંધિત સંસ્થાઓ અને ઇન્ટેલિજન્સ યુનિટ વચ્ચે યોગ્ય સમય પર સૂચનાઓનું આદાન-પ્રદાન થઇ શકે.
૬. FTAFને ભાગેડુ આર્થિક અપરાધીઓની પરિભાષા નક્કી કરવાની જવાબદારી સોપવામાં આવે.
૭. ભાગેડુ આર્થિક અપરાધીની ઓળખ, પ્રત્યાપર્ણ અને તેઓ વિરુધ કાર્યવાહી કરવા માટે FTAFને એ પ્રકારના માપદંડો જોઈએ છીએ, જે અંગે તમામ દેશો સહમત હોય.
૮. ભાગેડુ અપરાધીઓના પ્રત્યાર્પણ અ ને કાયદાકીય મદદ માટે વર્તમાન નિયમોમાં રહેલી કમીઓ અને આ માટે જરૂરી મામલાઓના અનુભવ એક-બીજા સાથે શેર કરવા માટે કોમન પ્લેટફોર્મ હોવું જોઈએ.
૯. G-૨૦ સમિટ ફોરમને ભાગેડુ આર્થિક અપરાધીઓની સંપત્તિ અંગે માહિતી ભેગી કરવા માટેના પ્રયાસો શરુ કરવા માટે વિચાર કરવો જોઈએ, જેથી અપરાધીઓ પાસેથી વ્યાજ સહિત રકમ વસૂલી શકાય.
