Not Set/ ૪ વર્ષમાં ૨૦ હજાર જેટલા ભારતીયોએ અમેરિકામાં માંગ્યું રાજનૈતિક શરણ

વોશિંગ્ટન, ભારતીયો દ્વારા દુનિયાના અન્ય દેશોમાં રાજનૈતિક શરણ માંગવાને લઈ અમેરિકા હંમેશાની માટે મોખરા પર રહ્યું છે, ત્યારે આ શરણને લઈ USA દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વર્ષ ૨૦૧૪ બાદ ૨૦ હજાર જેટલા ભારતીયોએ અમેરિકામાં શરણ માંગ્યું છે. અમેરિકી હોમલેન્ડ સિક્યોરિટી મંત્રાલય દ્વારા નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશનને આ જાણકારી આપી છે. […]

Top Stories World Trending

વોશિંગ્ટન,

ભારતીયો દ્વારા દુનિયાના અન્ય દેશોમાં રાજનૈતિક શરણ માંગવાને લઈ અમેરિકા હંમેશાની માટે મોખરા પર રહ્યું છે, ત્યારે આ શરણને લઈ USA દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં વર્ષ ૨૦૧૪ બાદ ૨૦ હજાર જેટલા ભારતીયોએ અમેરિકામાં શરણ માંગ્યું છે.

Image result for indians in political-asylum usa

અમેરિકી હોમલેન્ડ સિક્યોરિટી મંત્રાલય દ્વારા નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશનને આ જાણકારી આપી છે. આ એસોસિએશન પંજાબમાંથી આવેલા અવૈધ પ્રવાસીઓ માટે કામ કરે છે.

આ રિપોર્ટ મુજબ, આ પ્રકારના આવેદનો કરનારાઓમાં મહિલાઓની સંખ્યા ખુબ ઓછી છે.

છેલ્લા ૪ વર્ષમાં અમેરિકામાં લોકોએ માંગેલા રાજનૈતિક શરણના આંકડા :  

વર્ષ ૨૦૧૪ : ૧૪૬ મહિલાઓ સહિત ૨૩૦૬ લોકો

વર્ષ ૨૦૧૫ : ૯૬ મહિલાઓ સહિત ૨૯૭૧ લોકો

વર્ષ ૨૦૧૬ :  ૧૨૩ મહિલાઓ સહિત ૪૦૮૮ લોકો

વર્ષ ૨૦૧૭ : ૧૮૭ મહિલાઓ સહિત ૩૬૫૬ લોકો