Not Set/ વાડજ અપહરણ-દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી સાત વર્ષની સજા

અમદાવાદના વાડજમાં થોડા સમય પહેલા અપહરણ કરી 19 વર્ષીય યુવતી સાથે કરવામાં આવેલા બળજબરીપૂર્વક દુષ્કર્મ કેસમાં કોર્ટે મંગળવારે આરોપી હસમુખ પરમારને 7 વર્ષની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. કોર્ટે અંદાજે 25 જેટલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે આરોપીને રેપ કેસમાં અને અપહરણના કેસમાં દોષિત જાહેર કરીને સાત વર્ષની સજા ફટકારી હતી. બનાવની વિગત […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના વાડજમાં થોડા સમય પહેલા અપહરણ કરી 19 વર્ષીય યુવતી સાથે કરવામાં આવેલા બળજબરીપૂર્વક દુષ્કર્મ કેસમાં કોર્ટે મંગળવારે આરોપી હસમુખ પરમારને 7 વર્ષની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે.

કોર્ટે અંદાજે 25 જેટલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે આરોપીને રેપ કેસમાં અને અપહરણના કેસમાં દોષિત જાહેર કરીને સાત વર્ષની સજા ફટકારી હતી.

બનાવની વિગત એવી છે કે આરોપી હસમુખ પરમારે પીડિતાનું વહેલી સવારે ટ્યૂશન જતી વખતે ઇનકમ ટેક્સ ખાતેથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ વાસણા પાસે સંબંધીના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગેની ફરિયાદ દાખલ થતાં વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યારબાદ આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો.