મુંબઇ,
સુપરસ્ટાર મોહનલાલની ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘ઓડિયાન’ શુક્રવારે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ પહેલી એવી મલયાલમ મૂવી છે જે રિલીઝ પહેલા 100 કરોડ ક્લબમાં જોડાઈ ગઈ છે. ફિલ્મના દિગ્દર્શકે આ વિશે જાણકરી આપી છે.
આપને જણાવી દઈએ કે એડ્વર્ટાઇઝિંગ ફિલ્મમેકર વી. એ. શ્રીકુમાર મેનન ‘ઓડિયાન’ થી ફીચર ફિલ્મ નિર્માતા તરીકે લોન્ચ થઈ રહ્યા છે.
https://www.facebook.com/vashrikumar/posts/1977561352351585
તેમણે ફેસબુક પેજ પર લખ્યું, “અમારી ‘ઓડિયાન’ રાઇટ્સ અને વર્લ્ડવાઇડ પ્રી-બુકિંગ સાથે રિલીઝ પહેલા 100 કરોડ ક્લબમાં પહોંચનાર સૌપ્રથમ મલયાલમ ફિલ્મ બની ગઈ છે, તમારા બધાના સમર્થન, પ્રોત્સાહન અને શુભેચ્છાઓ આપવા માટે આભાર.”
જણાવી દઈએ કે ફિલ્મમાં મોહનલાલ ત્રણ અલગ-અલગ અવતારમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી કાળા જાદુના પ્રયોગની આસપાસ ધુમતી છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને મંજુ વારિયર પણ છે. પોતાના રોલ વિશે જણાવતા મોહનલાલે કહ્યું કે “એક માણસ વૃદ્ધ થઇ જાય છે અને તેનો વજન વધી જાય છે કદાચ ‘ઓડિયાન’માં આ મારા માટે સૌથી મોટો પડકાર સમાન છે.”
