Not Set/ રોડ પર ચાલી રહેલા નબળા કામ બાબતે સ્થાનિકોનો હલ્લાબોલ,કામ અટકાવી સારું કામ કરવાની કરી માંગ

અમરેલી, અમરેલીના સાવરકુંડલામાં સ્થાનિકો હલ્લાબોલ પર ઉતરી આવ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. વિજપડી રાજુલા રોડ પર હલ્લાબોલ કરી નાંખ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા રોડની કામગીરી નબળી રીતે થઇ રહી છે. રોડની નબળી કામગીરીને કારણે સ્થાનિકોને વારંવાર તકલીફ પડી છે. જેને લઇને સ્થાનિકોએ તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા […]

Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના સાવરકુંડલામાં સ્થાનિકો હલ્લાબોલ પર ઉતરી આવ્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. વિજપડી રાજુલા રોડ પર હલ્લાબોલ કરી નાંખ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા રોડની કામગીરી નબળી રીતે થઇ રહી છે. રોડની નબળી કામગીરીને કારણે સ્થાનિકોને વારંવાર તકલીફ પડી છે.

જેને લઇને સ્થાનિકોએ તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરીને નબળું કામ સારૂ કરવાની માંગ કરી હતી. જેને લઇને તંત્રના ભષ્ટ્રાચારની પોલ છતી થઇ ગઇ છે.