શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર થયા છે. શનિવાર સવારે પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળો દ્વારા આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
જો કે આ ઓપરેશન બાદ સુરક્ષાબળોના જવાનો અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ શરુ થઇ ગયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ પથ્થરબાજી પણ કરી હતી, ત્યારે પોતાના બચાવમાં સુરક્ષાકર્મીઓ દ્વારા ૮ સ્થાનિક નાગરિકોના મોત થયા છે.

આ જવાબી કાર્યવાહી બાદ પુલવામાં અને આસપાસના તમામ ગામોમાં તનાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે પુલવામાં જિલ્લાના ખારપુરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
Jammu and Kashmir: #UPDATE Three terrorists have been neturalized, operation continues https://t.co/GhuWYFdJVx
— ANI (@ANI) December 15, 2018
બતાવવામાં આવી રહ્યું છે કે, જવાનો દ્વારા ઠાર કરાયેલા આ ૩ આતંકીઓમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જહૂર ઠોકરને પણ ઢેર કરાયો હતો.
આ દરમિયાન એક જવાન શહીદ થયો છે, જયારે બે જવાન ઘાયલ થયા છે. સાથે સાથે એક સ્થાનિક યુવાનને પણ ગોળી વાગી છે.
