બીજિંગ
ચીનમાં વકીલ કાર્યકરની અટકાયત કરવ બદલ તેમની પત્નીઓએ મુંડન કરીને વિરોધ કર્યો છે. ચાર મહિલાઓએ તેમના પતિ માટે મુંડન કરાવીને પ્રદર્શન કર્યું હતું. આ મામલો બીજિંગ શહેરનો છે.

વકીલની પત્નીઓના કહેવા પ્રમાણે કોઈ પણ પ્રકારના ટ્રાયલ વગર તેમના પતિની અટકાયત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં ચાર વકીલની અટકાયત કરવામાં આવી હતી. લી વેન્ઝું કે જેઓ વકીલના પત્ની છે તેમણે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી ૩૧ વખત જઈ ચુકી છુ ઘણી વખત આ કેસને લઈને દસ્તાવેજ પણ જમા કરાવ્યા છે પરંતુ મને અંદર નથી જવા દેતા.
જે ચાર વકીલની અટકાયત કરવામાં આવી છે તેમની પર સરકારને નબળી બનાવવાનો આરોપ છે. પરંતુ આ મામલે કોઈ અધિકારીએ પોતાનું નિવેદન આપ્યું નથી.
