Not Set/ તેજ પ્રતાપ યાદવ : મારા પિતા મારા ભગવાન છે

તેજ પ્રતાપ યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવને મળીને ભાવુક થઇ ગયા હતા. રાજેન્દ્ર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં પુત્ર-પિતાની મુલાકાત બે કલાકથી પણ વધારે સમય ચાલી હતી. ચારા કૌભાંડ મામલે દોષી જાહેર થયા બાદ લાલુ પ્રસાદ યાદવ હાલ હોસ્પિટલમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવે હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે કહ્યું હતું કે […]

Top Stories India Trending Politics

તેજ પ્રતાપ યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવને મળીને ભાવુક થઇ ગયા હતા. રાજેન્દ્ર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં પુત્ર-પિતાની મુલાકાત બે કલાકથી પણ વધારે સમય ચાલી હતી.

ચારા કૌભાંડ મામલે દોષી જાહેર થયા બાદ લાલુ પ્રસાદ યાદવ હાલ હોસ્પિટલમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે.

તેજ પ્રતાપ યાદવે હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે કહ્યું હતું કે ઘણા મહિના પછી મેં મારા પિતા સાથે મુલાકાત કરી. હું ભાવુક થઇ ગયો છુ. માતા પિતાને હું ઘણો પ્રેમ કરું છુ, મારા પિતા મારા ભગવાન શ્રી કૃષ્ણ, વિષ્ણુ અને મહાદેવ છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે આરજેડીના પ્રમુખ એટલે કે તેમના પિતાએ  તેમને પાર્ટીને આગળ લઇ જવા માટે કહ્યું છે. આરજેડીના પ્રમુખ તેજસ્વીને અર્જુનના રૂપમાં દેખે છે. અને તેમણે પોતે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવશે તેવું નક્કી કર્યું છે.

છૂટાછેડા મામલે જયારે તેજ પ્રતાપ યાદવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહતો.