Not Set/ #INDvsAUS LIVE : ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું ફોલોન, બીજી ઇનિંગ્સમાં aus : ૬/૦

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટના નુકશાને ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી છે. જો કે ત્યારબાદ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંત સુધી પ્રથમ ઇનિંગ્સમાં ૬ […]

Top Stories Trending Sports

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટના નુકશાને ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી છે.

જો કે ત્યારબાદ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંત સુધી પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટના નુકશાને ૨૩૬ રન બનાવ્યા છે.

ભારતે પ્રથમ ઇનિંગ્સ ૬૨૨/૭ રનના સ્કોરે કરી ડિક્લેર

સમગ્ર સિરીઝ દરમિયાન કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ આ ટેસ્ટમાં પણ માત્ર ૯ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો છે. જયારે મયંક અગ્રવાલ ૭૭ રન, કેપ્ટન વિરાટ કોહલી ૨૩ રન અને અજીન્ક્ય રહાને ૧૮ રન બનાવીને આઉટ થયા છે.

sports-indvsaus-live-forth-test-day-1-sydney-update-pujara hits century

બીજી બાજુ આ શ્રેણીમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારાએ પોતાના કેરિયરની ૧૮મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી હતી અને ૧૯૩ રનના સ્કોરે આઉટ થયો હતો. હનુમા વિહારીએ ૪૨ રન બનાવ્યા હતા.

બીજી બાજુ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ પોતાના કેરિયરની બીજી સદી ફટકારી છે. હાલમાં પંત ૧૫૯ રન પર અણનમ રહ્યો હતો, જયારે જાડેજા ૮૧ રન બનાવી આઉટ થયો હતો.

જયારે ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ૨ વિકેટ અને નાથન લાયને ૩ વિકેટ ઝડપી છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવને રોહિત શર્મા અને ઇશાંત શર્માની જગ્યાએ શામેલ કરાયા છે.

જયારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ બે ફેરફાર કરાયા છે. એરોન ફિન્ચ અને મિશેલ માર્શની જગ્યાએ માર્નસ લાબુશેન અને પીટર હેન્ડ્સકોમ્બનો સમાવેશ કરાયા છે.