Lifestyle/ હેર ટ્રાન્સપ્લાન્ટ, આ ‘ખુબસુરત’ જોખમ ઉઠાવતા કરજો વિચાર

સારવાર માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને અપનાવે છે.

Fashion & Beauty Trending Lifestyle

વાળ ખરી પડવાની પ્રક્રિયાથી દુનિયાના મોટા ભાગના પુરૂષો પરેશાન થયેલા છે. જંગી રકમ પણ વાળ ન ખરી પડે અથવા તો વાળ ખરી પડ્યા બાદ વાળ માટે કરે છે.પુરૂષોમાં વાળ ખરી પડવાની બાબત વધારે જાવા મળે છે. સારવાર માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને અપનાવે છે. પરંતુ આની સાથે જાડાયેલી સાવચેતી તેમની પાસે નહી હોવાના કારણે આવા લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં જ આવા કેટલાક મામલા સપાટી પર આવી ચુક્યા છે.

આ પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિનુ તો મોત પણ થઇ ગયુ હતુ. હેર ટ્રાન્સપ્લાન્ટ અને તેની સાથે જાડાયેલી સાવધાન પર અમે આજે વાત કરી રહ્યા છીએ. વાળના સ્વાસ્થ માટે વિટામિન, બાયોટિન અને મિનરલ યુક્ત ભોજન ઉપયોગી સાબિત થાય છે. બાદામ, મગફળી પણ ઉપયોગી સાબિત થાય છે. વધારે પડતા ટેન્શન, સતત કેંમિકલયુક્ત પેદાશોના ઉપયોગ અને વારંવાર શેમ્પુ અને અન્ય પેદાશોના બદલવાના કારણે આ તકલીફ થાય છે. હાર્મોનલ ફેરફાર પણ અસર કરે છે. સમય કરતા પહેલા અથવા તો ચોક્કસ વય બાદ હાર્મોનમાં ફેરફાર થાય છે.

મહિલાઓમાં થાઇરોઇડ હાર્મોન, લોહીની કમી અને પીસીઓડીની સમસ્યાથી વાળ ખરી પડે છે. પુરૂષોમં જાવા મળનાર ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ડિહાઇડ્રોસ્ટોસ્ટેરોનમાં ફેરવાઇ જાય છે ત્યારે માથાના આગળના વાળ ખરી પડે છે.

કેવી રીતે થાય છે હેર ટ્રાન્સપ્લાન્ટ

બે ટેકનિક મારફતે હેર ટ્રાન્સપ્લાન્ટની વિધી કરવામાં આવી છે. ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશનની એક પ્રક્રિયા છે. જેમાં માથાના પાછળના હિસ્સાથી બે સેન્ટીમીટર પહોળા કદમાં ચામડી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેંમાંથી વાળને અલગ કરીને માથાના આગળના હિસ્સા પર મેડિકેટેડ સોઇ મારફતે વાળ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. એ ગાળા દરમિયાન જે જગ્યાઅ ચામડી લેવામાં આવે છે ત્યાં ટાંકા લગાવી દેવામા આવે છે. ત્યારબાદ નિશાન દેખાતા નથી. અન્ય એક ટેકનિક ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન છે. જેના ભાગરૂપે એક ખાસ પ્રકારની મશીનથી માથાના પાછળના હિસ્સાથી એક એક વાળ કાઢીને માથાના આગળના હિસ્સામાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.

સર્જરી પછી ધ્યાન રાખવા જેવી બાબત

સર્જરી કરવામાં આવ્યા બાદ આગામી 7 થી 10 દિવસ સુધી વાળને સ્પર્શ કરી શકાય નહી. આ ગાળા દરમિયાન બે ત્રણ દિવસ માટે પ્રભાવી જગ્યાએ પટ્ટી કરવામાં આવે છે. સાથે સાથે હેલમેટ અને ટોપી ન પહેરવા માટે કહેવામાં આવે છે. દર્દીને ચાર પાંચ દિવસ સુધી એન્ટીબાયોટિક અને પેઇન કિલર આપવામાં આવે છે. જેથી પીડા થતી નથી. આનાથી ઇન્ફેક્શનની શક્યતા ઘટી જાય છે.  સમયમાં ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, હાર્મોનને લઈને અસમતુલા અને અયોગ્ય સારસંભાળના પરિણામ સ્વરૂપે ઘણીબધી સમસ્યાઓની સાથે સાથે માથાના વાળ ખરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માથામાં વાળ ખરી પડવાની સમસ્યા એટલી જટિલ બની છે કે હેરફોલને રોકવા માટે જે કંપનીઓ મેદાનમાં છે અને આની સારવાર માટેનો દાવો કરે છે તે કંપનીઓ અભૂતપૂર્વ નાણાં કમાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ આ સંકેતો જણાવશે કે તમે સ્વસ્થ છો કે નહીં ? જાણો તમે કેટલા Healthy છો

આ પણ વાંચોઃ શું તમે ઓફિસમાં રહેવા માંગો છો Healthy અને Happy? કરી શકો છો આ કામ

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ખૂબજ ઉપયોગી આ Health Gadgets, કિંમત પણ વાજબી હોય ઘરે વસાવવા જરૂરી