Recipe/ પાનનો મુખવાસ બનાવવા માટે વપરાય છે આટલી ચીજો, જાણી લો તેને બનાવવાની સિક્રેટ રેસીપિ

આ મુખવાસમાં તબિયતને નુકસાનકારક એક પણ વસ્તુ વાપરવામાં આવી નથી.

Food Lifestyle

પાનનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી:

25 તાજા કલકત્તી પાન
200 ગ્રામ વરિયાળી
200 ગ્રામ ધાણાદાળ
400 ગ્રામ ગુલકંદ
1 કપ દળેલી ખડી સાકર
1/2 કપ છીણેલું કોપરુ
1 ટે સ્પૂન તજ પાવડર
1 ટે સ્પૂન લવિંગ પાવડર
1 ટે સ્પૂન ઈલાયચી પાવડર
1 ટી સ્પૂન બરાસ પાવડર
1 ટી સ્પૂન મેંથોલ પાવડર ઇજમીટ
સિલ્વર બોલ્સ અને ટૂટીફ્રૂટી ઓપશનલ

પાનનો મુખવાસ બનાવવા માટેની રીત :

– સૌ પ્રથમ વળિયારી અને ધાણાદાળને અધકચરા વાટી લેવા.
– ત્યારબાદ પાનને સરખી રીતે ધોઈને કોરાં કરી, ઝીણાં સમારી લેવા.
– ત્યારબાદ એક મોટા વાસણમાં બધી સામગ્રી મિક્સ કરી લેવી. બરાબર મિક્સ થઇ જાય એટલે એક દિવસ રૂમ ટેમ્પરેચરમાં રાખવું. પછી તેને એરટાઈટ બોટલમાં કે ડબ્બામાં ભરી ફ્રિજમાં સ્ટોર કરવું.
– સામાન્ય રીતે પાન મસાલો, પાન ચટની, સળી સોપારી બહુ તેજ સુગંધ વાળી હોય છે અને તેનાથી ગળું બગડવાનો ડર રહે છે. તેથી જો કોઈને વાપરવામાં વાંધો ન હોય તો તેમાં મિક્સ કરી શકાય છે. આ મુખવાસમાં તબિયતને નુકસાનકારક એક પણ વસ્તુ વાપરવામાં આવી નથી. તેથી ભોજન બાદ આ પાનના મુખવાસનો આનંદ માણો.

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ