ગુરુવારે આલોક વર્માને સીબીઆઈના ચીફ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આલોક વર્માને લઈને હાલ ચર્ચાઓ વાચી રહી છે અને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે આ મામલે તેમનું નિવેદન આપ્યું છે.
Sachin Pilot, Rajasthan Deputy Chief Minister on #AlokVerma transferred: There is something murky going on which needs to be investigated, the Congress party has already objected to it. Something very suspicious about all this pic.twitter.com/lEjEoJFs5a
— ANI (@ANI) January 10, 2019
સીબીઆઈના ચીફ પદ પરથી આલોક વર્માને હટાવી દેવા બદલ પાયલોટે કહ્યું કે કઈક ખોટું થઇ રહ્યું છે જેની તપાસ કરવી ઘણી જરૂરી છે. કોંગેસ પાર્ટી આની પહેલા પણ આ મામલે વાંધો ઉઠાવી ચુકી છે. આ મામલો શંકાસ્પદ છે.
Priyanka Chaturvedi,Congress on #AlokVerma: Hurried decision shows desperation level to ensure he gets out of the way as he was going to probe Rafale scam. In his dissent note,he(Kharge) has mentioned the loopholes in the manner in which constitutional norms were bypassed by Govt pic.twitter.com/RdTqDeZgBO
— ANI (@ANI) January 10, 2019
તો બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આલોક વર્મા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. ચીફ પદ પરથી હટી જવાનું પરિણામ એ આવ્યું છે કે રાફેલ ડીલની તપાસમાંથી પણ આલોક વર્મા બહાર ફેંકાઈ ગયા છે.
