નેપિયર,
ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યાને મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવાને લઈ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે, ત્યારે તેની અનઉપસ્થિતિને લઈ કેપ્ટન વિરાટ કોહલીનું એક નિવેદન સામે આવ્યું છે.
વિરાટ કોહલીએ ભારતીય ટીમના એક બેલેન્સ બોલિંગ એટેકને લઇ જણાવતા કહ્યું હતું કે, “ટીમમાં હાર્દિક પંડ્યાની ખોટ વર્તાઈ રહી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું,. “હું ઈમાનદારીથી કહું તો, ટીમ એક ઓલરાઉન્ડર પર નિર્ભર કરે છે. જયારે તમે દુનિયાની સૌથી મજબૂત ટીમોને જુઓ ત્યારે તેઓ પાસે ટીમમાં ઓછામાં ઓછા બે ઓલરાઉન્ડર છે, તો કોઈ ટીમ પાસે ત્રણ પણ છે. જેનાથી તમને બોલિંગનો એક વિકલ્પ મળતો હોય છે. ત્રીજો બોલર ત્યારે જ એક વિકલ્પ છે જયારે તમારી પાસે વિશેષ ઓલરાઉન્ડર છે”.
એક TV શો દરમિયાન ભારતના કેપ્ટને કહ્યું, “ટીમમાં જયારે હાર્દિક પંડ્યા કે વિજય શંકર જેવા ખેલાડીઓ રમતા નથી ત્યારે ત્રણ બોલરો સાથે ઉતરવું એક સમજદારી લાગે છે. કારણ કે કોઈ ઓલરાઉન્ડર ઝડપી બોલર કેટલી ઓવરો ફેંકે છે ત્યારે જરૂરી છે કે તે ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી રહ્યો છે.
શું હતો આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેને કહ્યું હતું કે, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.
