અમદાવાદ,
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેને લઇ અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. અલ્પેશ ઠાકોરની મુલાકાતને લઇ ફરી અટકળો સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકર સાથે ધવલસિંહ ઝાલાએ પણ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. જો કે આ અગાઉ પણ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી.
ત્યારે સવાલ એ છે કે અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જવાનો તખ્તો તો નથી ને?. તમને જણાવી દઇએ કે મુખ્યમંત્રી વિજય રુપાણીને ઘારાસભ્યોની મુલાકાત બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે મને તો બઘા કોંગ્રેસના ઘારાસભ્યો મળતા જ રહે છે. તે તેના પ્રશ્નો માટે આવેલા છે.
