Not Set/ રાજેસ્થાન: અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી 82 ના થયા મોત, 67 નવા પોઝીટીવ કેસ આવ્યા સામે

રાજેસ્થાન, રાજેસ્થાનમાં સ્વાઇન ફ્લુથી થતા મોતનો સિલસિલો થમવાનું નામ જ નથી લઇ રહ્યો. ખુબ જ સર્દીના કારણે સ્વાઇન ફ્લુની અસર પણ વધી રહી છે અને અત્યાર સુધી પ્રદેશમાં 82 મોત આના લીધે થઇ ચુક્યા છે. પોઝીટીવ દર્દીઓની સંખ્યા અને મૃત લોકોની સંખ્યા દરરોજ આ રોગ હેઠળ વધી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના […]

India

રાજેસ્થાન,

રાજેસ્થાનમાં સ્વાઇન ફ્લુથી થતા મોતનો સિલસિલો થમવાનું નામ જ નથી લઇ રહ્યો. ખુબ જ સર્દીના કારણે સ્વાઇન ફ્લુની અસર પણ વધી રહી છે અને અત્યાર સુધી પ્રદેશમાં 82 મોત આના લીધે થઇ ચુક્યા છે. પોઝીટીવ દર્દીઓની સંખ્યા અને મૃત લોકોની સંખ્યા દરરોજ આ રોગ હેઠળ વધી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 2190 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

આપને જણાવી દઈએ કે જયપુરમાં સૌથી વધુ 863 દર્દીઓ મળ્યા છે. જોધપુરમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ 25 મોતના કેસ નોંધાયા છે. તો બિકાનેરમાં 7, ચરુ અને ઉદયપુરમાં 6-6 મોતના કેસ નોંધાયા છે. જ્યારે જોધપુરમાં 358, ઉદયપુરમાં 131,બાડમેરમાં 123 અને બિકાનેરમાં 116 પોઝીટીવ કેસ એક મહિનામાં સામે આવ્યા છે

તબીબી પ્રધાન ડૉ. રઘુ શર્મા ડિપાર્ટમેન્ટના અધિકારીઓના સાથે પશ્ચિમ રાજેસ્થાનના પ્રવાસે છે જ્યાં પણ ખામીઓ સામે આવી રહી છે ત્યાં તાત્કાલિક તેમને દૂર કરવા માટે સૂચનોઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચોમાસા પછી, રાજધાની જયપુરમાં જીકા વાયરસને તેનો આતંક ફેલાવ્યો હતો. આનો સામનો કરવા માટે, તબીબી અને આરોગ્ય વિભાગને પરિસ્થિતિને સંપૂર્ણ સમય આપ્યો હતો અને આ બાબતને નિયંત્રણમાં આવી શકી હતી.