Not Set/ ખંડણીખોરની ચુંગલમાંથી 6 દિવસે છુટ્યો અમદાવાદનો વેપારી, ક્રાઇમબ્રાંચે કર્યું સિક્રેટ ઓપરેશન

અમદાવાદના વેપારી અને નાના ચીલોડા પાસે કલરનો ધંધો કરતા વેપારી હનુમંતસિંહ રાજપૂતનું તા 28મીના રોજ સાંજના સુમારે અપહરણ થયું હતું. ત્યાર બાદ હનુમંતસિંહના છુટકારા માટે અપહરણકર્તા રૂપિયા 25 લાખની માગણી કરી રહ્યા હતા. આ અપહરણની ઘટના અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળતા ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તરાહે ઓપરેશ હાથ ધરી શનિવારની રાતે ઉદયપુર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી […]

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદના વેપારી અને નાના ચીલોડા પાસે કલરનો ધંધો કરતા વેપારી હનુમંતસિંહ રાજપૂતનું તા 28મીના રોજ સાંજના સુમારે અપહરણ થયું હતું. ત્યાર બાદ હનુમંતસિંહના છુટકારા માટે અપહરણકર્તા રૂપિયા 25 લાખની માગણી કરી રહ્યા હતા. આ અપહરણની ઘટના અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળતા ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તરાહે ઓપરેશ હાથ ધરી શનિવારની રાતે ઉદયપુર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી અપહૃત હનુમંતસિંહને છોડાવી ચાર અપહરણકર્તાને રૂપિયા 20 લાખની ખંડણી સાથે ઝડપી લીધા હતા.

અમદાવાદના સરદારનગરમાં રહેતા અને નાના ચીલોડા પાસે કલરનો ધંધો હનુમંત સિંહ રાજપૂત તા 28મીની રાતે આઠ વાગે પોતાની દુકાન બંધ કરી ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાંથી અજાણ્યા લોકોએ તેમનું અપહરણ કરી લીધું હતું. જો કે તેઓ મોડી સાંજ સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી પણ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આ દરમિયાન હનુમંતસિંહના ભાગીદારને એક ફોન આવ્યો અને તેમને જાણકારી આપવામાં આવી કે હનુમંતસિંહનુ અપહરણ થયું છે અને તેમના છૂટકારા માટે 25 લાખ આપવા પડશે.

આ પ્રકારની ખંડણીની માગણી થતા પરિવારજનો ડરી ગયા હતા. આ અંગે પોલીસને જાણકારી મળતા તેમણે આ અપહરણ અંગે ભારે ગુપ્તના રાખી હતી કારણ પોલીસને ડર હતો કે અપહરણકર્તા ડરને કારણે હનુમંતસિંહને નુકશાન પહોંચાડી શકે છે. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને તેમણે અપહરણકર્તાને શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હનુમંતસિંહના ભાગીદારને અપહરણકર્તા સાથે સંપર્ક ચાલુ રાખવા કહ્યું હતું. અપહરણકર્તાએ આખરે વીસ લાખ રૂપિયા સાથે આવવાની સૂચના આપી હતી. ઉદયપુર પાસેના એક ગામ પાસે પૈસા આપવાનું નક્કી થયું હતું.

જ્યાં હનુમંતસિંહના ભાગીદારને બોલાવામાં આવ્યો હતો. તે નિર્જન ગામ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચે પોતાની મદદ માટે ઉદયપુર STFને રાખી હતી. પહેલા તબ્બકે જો પોલીસ અપહરણકર્તા ઉપર ત્રાટતે તો પોલીસને ડર હતો કે કદાચ હનુમંતસિંહની હત્યા થઈ જાય.
આ કારણે તેમના ભાગીદારને સૂચના આપવામાં આવી કે તમે પૈસાની ચૂકવણી કરી હનુમંતસિંહને લઈ નીકળી જાવ. પોલીસ અપહરણકર્તાથી સલામત અંતરે હતી. શનિવારે રાતના આઠ વાગે પૈસાની ચૂકવણી થઈ અને હનુમંતસિંહ ત્યાંથી નીકળી ગયા પછી ક્રાઈમ બ્રાન્ચ અને STFએ ઓપરેશન હાથ ધરી ચાર અપહરણકર્તા અને તેમની પાસે રહેલા વીસ લાખ રૂપિયા પણ કબજે કરી લીધા હતા.