સુરત,
સુરતના ઓલપાડ ગામ પાસે પવનવેગે જતા કાર ચાલકે 4 વિદ્યાર્થીને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીનુ ઘટના જ સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય 3 વિદ્યાર્થીની હાલત ગંભીર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો.
