મુંબઈ,
‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ના નિર્માતા આ શોને એક અલગ રીતે રજૂ કરવા માટે તૈયાર છે, જેના માટે ટીમ ઉદયપુર જશે જ્યાં તે સાસ-બહુ મંદિરમાં શો લોન્ચ કરશે।
સ્ટાર પ્લસના આગામી શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ ના નિર્માતાઓ ઉદયપુરમાં 1000 વર્ષીય સાસ-બહુ મંદિર જશે, જેમા લીડ એકટ્રેસ ઝનવી મિત્તલ ઉર્ફે શ્રેનુ પારીખ, મુંબઈ અને દિલ્લી મીડિયા પ્રતિનિધિઓ ની સાથે રાજસ્થાન ના પત્રકાર પણ ત્યાં હાજર હશે.

જેમ કે આ શૉ સામાન્ય સાસ બહુ થી અલગ છે એજ રીતે શો ના નિર્માતાઓ અલગ અંદાજ મા આ શૉ ને લોન્ચ કરવાનો નિર્ણય લીધો।
આ શો એક હાઈ પ્રોફાઇલ પ્રભાવશાળી ફેમિલી ની રીયલ વાર્તાથી પ્રેરિત છે, જેના વિશે નિર્માતાઓ ખૂબ રહસ્ય રાખ્યું છે.સુમિત સોડાની દ્વારા નિર્દેશિત અને સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ સ્ટાર પ્લસ પર 22 એપ્રિલથી સોમવાર થી શુક્રવાર સાંજે 7 વાગે રજુ થશે, જેમાં મુખ્ય ભૂમિકામા શ્રેણુ પરીખ અને ઝૈન ઇમામ જોવા મળશે.
