Not Set/ ડીસા ની સરસ્વતી અને મહાલક્ષ્મી સોસાયટી ના રહીશો એ આપ્યું આવેદનપત્ર

 બનાસકાંઠા, ડીસાની સરસ્વતી અને મહાલક્ષ્મી સોસાયટીના રહીશોએ આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્ર ગેરકાયદે દુકાનોનું દબાણ દૂર કરવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસરને આપ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સોસાયટીમાં ગેરકાયદે દુકાનો ઉભી કરેલી હોવાના કારણે રોડ વચ્ચે નડતર રૂપ થતી હતી જેથી સ્થાનિકોએ આવેદન પત્ર આપ્યું હતું. જો કે આ ગેરકાયદે દુકાનોને દૂર કરવા […]

Gujarat Others

 બનાસકાંઠા,

ડીસાની સરસ્વતી અને મહાલક્ષ્મી સોસાયટીના રહીશોએ આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્ર ગેરકાયદે દુકાનોનું દબાણ દૂર કરવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસરને આપ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સોસાયટીમાં ગેરકાયદે દુકાનો ઉભી કરેલી હોવાના કારણે રોડ વચ્ચે નડતર રૂપ થતી હતી જેથી સ્થાનિકોએ આવેદન પત્ર આપ્યું હતું. જો કે આ ગેરકાયદે દુકાનોને દૂર કરવા માટે નગર પાલિકાએ નોટિસ પણ પાઠવી હતી.. આ નોટિસ છતાં પણ દુકાનદારોએ પોતાની મનમાની ચલાવી હતી અને બાંધકામ દૂર કર્યા ન હતા. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે આવનાર દિવસમાં જો નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવે તો 500 સોસાયટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે.