અમદાવાદ,
અમદાવાદથી થોડા અંતર દૂર આવેલા કણબાં ગામમાં વર્ષ 2014 દરમિયાન પતિએ પોતાની પત્નીને બેરહમીથી માર મારી હતી.અને 50 હજાર રૂપિયાની દહેજની માંગણી પણ કરી હતી. જે મામલાની પોલીસ ફરિયાદ દાખલ થતા મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે પાંચ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે પતિને દોષિત માનીને 30 મહિનાની સજા તેમજ ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
કેસની વિગત પર જો ચર્ચા કરવામાં આવે તો, વર્ષ 2014માં કણબાં પોલીસ સ્ટેશનમાં કરણ નામના આરોપીની સામે તેની પત્નીએ મારઝૂડ તેમજ દહેજ અત્યાચારની ફરિયાદ દાખલ કરાવી હતી અને જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરુ પણ કરી હતી.
આ કેસમાં પાંચ વર્ષ બાદ મિર્જાપુર ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ વિશાલ ત્રિવેદીએ સરકારી વકીલ શેલેન્દ્ર ભાવસાર ની દલીલોને માન્ય રાખી હતી. તેમજ કુલ 8 સાક્ષીઓની જુબાની અને 3 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી કરણને દોષિત માનીને 30 મહિનાની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
